સુરત: ઓવરટેક કરવા જતી લક્ઝરી બસે સામેથી આવતી બે ગાડીઓને કચડી નાખી. મા-દીકરાનું કરુણ મોત

ગત 1 ફેબ્રુઆરીના રોજ મહુવા તાલુકાના તરકાણી ગામની સીમમાં લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાના વિચારમાં રોંગ સાઈડે બસ હંકારી લાવી બે બાઈકને અડફેટમાં…

ગત 1 ફેબ્રુઆરીના રોજ મહુવા તાલુકાના તરકાણી ગામની સીમમાં લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાના વિચારમાં રોંગ સાઈડે બસ હંકારી લાવી બે બાઈકને અડફેટમાં લઈ ગંભીર અકસ્માત સર્જી બસ રોડની સાઈડે ઉતારી ઝાડ સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં બે યુવાનોનું ઘટના સ્થળે જ સનસનાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આ બે બાઈક પર સવાર અન્ય ચાર વય્ક્તિઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. જ્યાં બે મૃતકો પૈકી સત્યન પટેલની માતા પ્રતિમાબેન પટેલનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું છે.

સમગ્ર ઘટના શું બની હતી?

મળતી માહિતી પ્રમાણે, મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર 1 ફેબ્રુઆરી 2020ને શનિવારે તરકાણી ગામની સીમમાં પટેલ ફળિયા નજીક લક્ઝરી બસ (GJ-01-DV-3786) ના ચાલકે સામે ચાલતી બસને ઓવરટેક કરવાની લ્હાયમાં રોંગ સાઈડે બસ હંકારી હતી. દરમિયાન સામેથી આવતી બે મોટરસાયકલને અડફેટમાં લઈ લીધી હતી. આ અકસ્માતમાં મહુવા તાલુકાના તરકાણી ગામે રહી વેહવલ ગામે કળિયા કામ માટે જઈ રહેલ બાઈક (GJ-19-BB-5374)ના ચાલક સત્યન હસમુખભાઈ પટેલ (ઉ.વ.27)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે બાઈક પર સવાર તેમના પિતા હસમુખ નગીનભાઈ પટેલ અને માતા પ્રતિમા પટેલને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પ્રથમ અનાવલ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે નવસારી ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પ્રતિમાં પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સ્થાનિકોએ બસ પર રોષ ઠેલ્વ્યો

ત્યાં હાજર લોકોના કહેવા પ્રમાણે, અન્ય બાઈક (GJ-19-AF-3440) પર સવાર ગાંગડીયા દાઉતપોર ફળિયામાં રેહતા કિશોર ગમન પટેલને ગંભીર ઈજા પહોંચતા તેનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે આ બાઈક પર સવાર લાલજી છીમાભાઈ પટેલ ગંભીર રીતે ઘવાતા તેમને સુરત યુનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે અન્ય યુવક જીજ્ઞેશ કાન્તુભાઈ પટેલ પણ ગંભીર ઘવાતા તેમને નવસારી યસફિન હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ લક્ઝરી બસ ઝાડ સાથે અથડાઈ હતી અને ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો. ઘટના બાદ સ્થાનિકોએ બસ પર રોષ ઠાલવી બસના કાચો તોડી નાખ્યા હતા.

7 માસના માસુમે પિતા ગુમ્યા

મોતને ભેટનાર તરકાણીના સત્યનના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. ત્રણ વર્ષના લગ્ન જીવન દરમિયાન સત્યનને 7 માસનો દીકરો છે. જે પિતાની ઓળખ થાઈ તે પહેલા જ પિતાએ અકસ્માતમાં જીવ ગુમાવતા માસુમે પિતાની છત્રછયા ગુમાવી. સત્યન ઘરનો આધારસ્તંભ હતો બે બહેનનો એક લાડકવાયો ભાઈ હતો. આ દરમિયાન પરિવારે પ્રતિમાબેનને પણ ગુમાવતા શોકનો માહોલ છવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *