અમદાવાદ કરતા પણ સારો ‘રિવર ફ્રન્ટ’ સુરતને મળશે, તાપી શુદ્ધિકરણને લઈને CR પાટીલે કરી અનેક જાહેરાતો

સુરત: વર્ષોથી તાપી નદી(Tapi river) ખુબ જ પવિત્ર ગણવામાં આવે છે. પરંતુ દિવસેને દિવસે તેમાં ગંદકી ખુબ જ વધતી જાય છે. લોકોને ભગવાનના ફોટા, ફૂલોના…

સુરત: વર્ષોથી તાપી નદી(Tapi river) ખુબ જ પવિત્ર ગણવામાં આવે છે. પરંતુ દિવસેને દિવસે તેમાં ગંદકી ખુબ જ વધતી જાય છે. લોકોને ભગવાનના ફોટા, ફૂલોના હાર વગેરે જેવી અન્ય વસ્તુઓ નાખવાની ના પાડવા છતાં પણ તેમાં નાખે છે. જેના કારણે તેમાં ગંદકી ખુબ જ વધી રહી છે. આ વિશે સરકારે પણ ઘણા પગલાઓ લીધા છે, પરંતુ તેનો કોઈ ખાસ્સો ફાયદો જોવા મળ્યો નથી. હાલ ફરી એકવાર આ બાબત ચર્ચામાં આવી છે.

ત્યારે, તાપી શુદ્ધિકરણને લઈને સીઆર પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, તાપી શુદ્ધિકરણ માટે ટેન્ડરર સાથે સૌથી મોટું કામ કરવામાં આવશે. ટેન્ડરરને એક પણ રૂપિયો ચૂકવ્યા વગર તાપી ઊંડી કરવામાં આવશે, તેવું આયોજન કરવામાં આવ્યું છે. ટેન્ડર પાસે રોયલ્ટીનો એક પણ રૂપિયો ન લઈ 21 મીટર લાંબી તાપી ઊંડી કરવામાં આવશે. આ સિવાય જાણવા મળ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા 900 કરોડ રૂપિયાનું ટેન્ડર કરાવ્યું છે.

હવે સુરતમાં પણ અમદાવાદની જેમ જ રીવરફ્રન્ટ ચમકશે. આ રિવરફ્રન્ટ સાબરમતી રિવર ફ્રન્ટ કરતા પણ સારો હશે, કારણ કે અહીં રોડ ટ્રાન્સપોર્ટની સુવિધા પણ વિકસાવવામાં આવશે. ‘રિવર ફ્રન્ટ’ પ્રોજેક્ટના અમલીકરણથી શહેરની સુંદરતા અને આભામાં અનેકગણો વધારો થશે. આ સાથે શહેરવાસીઓ અને પ્રવાસીઓને નવી સુવિધાઓ મળશે.

નદીના બંને કાંઠે વિવિધ પ્રકારના છોડ વાવીને આકર્ષક બનાવવામાં આવશે. નદીના પાણી અને જમીનની વ્યવસ્થા કરીને પૂરને રોકવા માટે પગલાં લેવામાં આવશે. તેમજ નદીને સ્વચ્છ રાખવાની સાથે પ્રદૂષિત પાણીને નદીમાં આવતા અટકાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *