હાલમાં ગુજરાતમાં રોજ રાતે ૧૦ વાગ્યા પછી કોરોનાને કારણે રાજ્યમાં કર્ફ્યું લાગી જાય છે, ત્યારે ઘણા યુવાનો અને લોકો રાત્રે વગર કામના લટાર મારવા ફરતા હોય છે. પોલીસ પણ આવા તત્વોને રોકીને કાર્યવાહી કરે છે. પરંતુ સુરતમાં એક એવી ઘટના સામે આવી છે. જેનાથી રાજકીય વ્યક્તિ કેવી રીતે પોલીસ અને જનતાને પોતાના ગુલામ સમજે છે તે સામે આવ્યું છે.
સુરતના વરાછા મીની હીરાબજારવિસ્તાર માં સુનીતા યાદવ નામની મહિલા પોલીસે કાનાણીના દીકરાને રોકતા બબાલ થઈ હતી. બન્ને વચ્ચે બબાલની ઓડિયો ક્લીપ સામે આવી છે. મહિલા પોલીસકર્મી પકડાયેલા યુવાનોને કહી રહ્યા છે કે પ્રધાનમંત્રીનો દીકરો હોત તો પણ હું રોકુ.
ઓડિયો માં થઇ રહેલી વાતચીત અનુસાર પોલીસ કર્મી દાવો કરે છે કે આ યુવકો ૧૦.૩૦ પછી બહાર ફરી રહ્યા છે, તેઓ જે કારમાં છે તેમાં MLA નું બોર્ડ છે. અને પકડાયેલા લોકો સાથે રકઝક થઇ રહી છે. મામલો ગરમાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી વાત પહોંચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મહિલાકર્મીને તાબડતોડ ઘરે મોકલ્યા હતા.
આ વિવાદ મામલે વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર સગર પણ ઘટના સ્થળે આવ્યા હોવાની વાત સામે આવી છે પરંતુ આ મામલે કોઈ પુષ્ટિ થઇ નથી. વાઈરલ ઓડિયોમાં ઉઓરી અધિકારી કહી રહ્યા છે કે આ મહિલા કર્મીને શું ફરજ અપાઈ છે અને તેઓ શું કરી રહ્યા છે તે યાદ અપાવ્યું હતું.
સમગ્ર મામલો જોઈએ તો શુક્રવારે એક ઓડિયો વાયરલ થયો હતો તે મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ (એલઆર) સુનિતા યાદવની ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી.
આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુનીતા યાદવે કહ્યું હતું કે, પોલીસની વર્દીમાં બહુ પાવર છે. વડાપ્રધાન મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં. તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો, ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી.
મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું. એક કામ કરો મારી બદલી કરાવી દો. મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દેજો. કોન્સ્ટેબલે વરાછા પો. સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એન.સગરને પણ જગ્યા પરથી ફોન કર્યો હતો.
વાઈરલ ઓડિયોમાં મહિલા કોન્સ્ટેબલ કહી રહી છે કે “તમે કુમાર કાનાણી સાહેબના પુત્ર છો તો તો શું અમારે તમારી ગુલામી કરવાની છે? તમે કયો કે ૩૬૫ દિવસ હું તને ઉભી રાખી શકું તો શું હું તારા બાપની નોકર છું? વગેરે બોલી રહી છે. આ ઓડિયો સામે આવ્યા બાદ ખુજ બ વાયરલ થઇ રહ્યો છે.
હાલમાં વિવાદ અને કુમાર કાનાણી એકબીજાનો પર્યાય બન્યા હોય એમ સતત કુમાર કાનાણી નું નામ ચર્ચામાં રહ્યું છે. બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના નેતા પર થયેલા હુમલામાં પણ આમઆદમી પાર્ટીના નેતાઓએ કુમાર કાનાણી ના માણસોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો હતો. સાથે સાથે થોડા દિવસ અગાઉ કાનાણી ગાયબ થયાના પોસ્ટર્સ પણ લાગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news