રાહુલ ગાંધીના જીવન પર આવી રહી છે ફિલ્મ, જાણો ટ્રેલરમાં બતાવવામાં આવેલી પ્રેમિકા કોણ છે?- જુઓ ટ્રેલર

થોડા સમય અગાઉ જ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના જીવન આધારિત ફિલ્મ રીલિઝ થઇ જેણે મોટો રાજકીય વળાંક સર્જ્યો હતો પરંતુ આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ઉકાળી શકી નહોતી. તે અગાઉ પણ હાલના પ્રધાનમંત્રી મોદીના બાળપણ પર પ એક ફિલ્મ આવી હતી જે પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીવન આધારિત ફિલ્મ આવી રહી છે જેનું ટ્રેલર રિલીઝ થવાની સાથેજ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

આ ફિલ્મનું નામ છે ‘માય નેમ ઇઝ રા ગા’. આ ફિલ્મનું  નિર્દેશન ભૂતપૂર્વ પત્રકાર રહી ચૂકેલા અને કામસૂત્ર  3d ફિલ્મના નિર્દેશક રૂપેશ પો કરી રહ્યા છે. ટ્રેલરમાં રાહુલ ગાંધીના બાળપણથી હાલના ત્રણ રાજ્યની ચૂંટણી ના વિજય સુધીની સંઘર્ષ ગાથાના થોડા અંશ બતાવવામાં આવી રહ્યા છે.

આ ફિલ્મમાં રાહુલના પિતા સ્વ. રાજીવ, સોનિયા ગાંધી, બહેન પ્રિયંકાને પણ બતાવવામાં આવી છે જેમણે રાહુલને તૈયાર કરવામાં મદદ કરી છે. સાથે સાથે આ ફિલ્મમાં રાહુલ ગાંધીએ 2009 ચૂંટણી દરમ્યાન પોતે પ્રધાનમંત્રી બનવા તૈયાર નથી તેવો ડાઈલોગ પણ બતાવવામાં આવ્યો છે.

ટ્રેલરમાં શરૂઆત રાહુલ ગાંધીની દાદી અને પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીની હત્યાથી શરૂ થાય છે, અને અગામી લોકસભા ચૂંટણી પહેલા હાલના સમયમાં ખતમ થઈ જાય છે. જર્નાલિસ્ટમાંથી ડાયરેક્ટર બનેલા રૂપેશ પોલે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. તેમણે કહ્યું કે, મારી ફિલ્મ રાહુલ ગાંધીના બાળપણના દિવસોથી શરૂ થાય છે અને વર્તમાન સમયમાં રાહુલ ગાંધીના પોલિટિકલ વિવાદો પણ બતાવે છે.

આ રાહુલની જિંદગીના મહત્વપૂર્ણ પહેલુંઓ જેમ કે સ્ટુડન્ટના રૂપે યૂએસમાં તેમની જિંદગી અને કોંગ્રેસ અધ્યક્ષ બનવા સુધી દેખાડવમાં આવી છે. સાથે સાથે એક સ્ત્રી પણ બતાવવામાં આવી છે જેણે કથિત રીતે રાહુલને તેના ખરાબ અને સારા સમયમાં સાથ આપ્યો હોય અને પ્રેમ કર્યો હોય. આ સ્ત્રી કોણ હોઈ શકે તે બાબતે ટ્રેલરમાં સસ્પેન્સ રખાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *