મને પૂછ્યા વગર તમે મને જન્મ જ શા માટે આપ્યો? મુંબઈના યુવાને કર્યો માતાપિતા સામે કેસ- વાંચો હકીકત

Published on Trishul News at 4:57 AM, Sun, 10 February 2019

Last modified on February 10th, 2019 at 4:58 AM

જટકો લાગે એવી વાત કહી શકાય તેવો કિસ્સો મુંબઇમાં બન્યો છે. માની ન શકાય પરંતુ હકીકત એ છે કે, મુંબઈના એક યુવાને પોતાના સગા માતા પિતા પર ફોજદારી દાવો મૂકવાની યોજના બનાવી છે. અજીબો ગરીબ વાત એ છે કે, મા બાપ વિરુધ્ધ કેસ કરવાનું કારણ એ કે મા બાપે તેને તેની સંમતિ વિના જન્મ આપ્યો હતો.

રફાએલ સેમ્યુઅલના સમાચાર સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયા છે કે તેણે તેને જન્મ આપવા બદલ પોતાનાં પરિવારને કોર્ટમાં લઈ જઈ રહ્યો છે.રફાએલ સેમ્યુઅલે જણાવ્યું હતું કે બાળકોને તેમની મરજી વગર દુનિયામાં લાવવા એ ખોટું છે. જેનાથી તેમણે આખી જિંદગી સહન કરવું પડે છે.

આ યુવાન તેના માતાપિતા સાથે ખરાબ સંબંધ છે અને તેથી આવું પગલુ ભરી રહ્યો છે, તેવું પણ નથી. હકીકતમાં, તેમની સાથે તેનો ગાઢ સંબંધ છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે, તે માત્ર તેના માટે બાળકને જન્મ આપતા લોકોનો વિરોધરુપે આ કેસ કરવા માંગે કરે છે.

રફાલ સેમ્યુઅલના જણાવયા મુજબ જન્મ પહેલાં કોઈ વ્યક્તિની મરજી જાણી શકાતી નથી. સેમ્યુઅલની દલીલ એવી છે કે જન્મ લેવાનો નિર્ણય અમારો ન હતો એટલે અમને જીવન જીવવા માટે વળતર મળવું જોઈએ. જીવન ખૂબ ખરાબ છે અને લોકોએ બાળકને જન્મ આપવો ન જોઈએ. અને જો આવું થશે તો પૃથ્વી પર આગળ જતા માનવજાતિ જોવા નહીં મળે અને તે પૃથ્વી ગ્રહ માટે સારું છે. અને જો માનવજાતિનો નાશ થશે તો જ પૃથ્વી અને પશુઓ બન્ને ખુશ રહેશે. તેમની સ્થિતિ સારી બનશે માનવજાતિનાં અસ્તિત્વનો કોઈ મતલબ જ નથી.

રાફેલે પોતાની નોટ્સમાં લખ્યુ છે કે, હું મારા માતા-પિતાને પ્રેમ કરું છું, અને અમારો ખૂબ સારો સંબંધ છે, પરંતુ તેઓએ મને ફક્ત તેમના સ્વાર્થી આનંદ માટે જ મને જન્મ આપ્યો છે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "મને પૂછ્યા વગર તમે મને જન્મ જ શા માટે આપ્યો? મુંબઈના યુવાને કર્યો માતાપિતા સામે કેસ- વાંચો હકીકત"

Leave a comment

Your email address will not be published.


*