હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ઈ-કોમર્સની દિગ્ગજ વેબસાઈટ Myntraએ પોતાનો લોગો બદલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, મુંબઈની એક મહિલા કાર્યકર્તા દ્વારા સાયબર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, કંપનીના લોગોથી મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચે છે તથા તેઓનું અપમાન કરે છે.
મુંબઈની આ મહિલા કાર્યકર્તાનું નામ નાઝ પટેલ છે. ડે અવેસ્ટા ફાઉન્ડેશન NGOમાં કાર્યરત છે. તેણે Myntraની વિરુદ્ધ ડિસેમ્બર 2020માં ફરીયાદ કરવામાં આવી હતી. મહિલાએ ન માત્ર મિંત્રાના આ લોગોને હટાવવાની માંગણી કરવામાં આવી હતી પણ કંપનીની વિરુદ્ધ એક્શન લેવા માટે પણ માંગણી કરવામાં આવી હતી.
મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ વિભાગની DCP રશ્મિ કરનદિકર જણાવે છે કે, અમે તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓ માટે મિંત્રાનો આ લોગો અપમાનજનક છે. ફરિયાદ પછી અમે મિંત્રાને ઈમેઈલ મોકલવામાં આવ્યો છે તથા તેઓના અધિકારીને અમે મળ્યા પણ છીએ.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે મિંત્રાના લોગોને બદલી દેવામાં આવશે. ફરીયાદ કર્યાં પછી મિંત્રાએ પોતાની વેબસાઈટ એપ તથા પેકેજિંગ સહિતની વસ્તુઓ પરથી લોગો બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આની સાથે જ નવા પેકેજિંગ મટિરિયલ પણ નવા લોગોની સાથે જ પ્રિન્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle