ગાંધીનગરનાં ઘ-3 સર્કલથી સેકટર 6 તરફ જતા રોડ પર નવી કાર લઈને નીકળેલા શરાબીએ કારનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડરમાં ટકરાઈને બે પલ્ટી ખાઈ ગઈ હતી. આ અંગે સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.
ગાંધીનગરનાં ઘ 3 સર્કલથી સેકટર 6 તરફ જતાં રોડ પર રજીસ્ટ્રેશન વગરની સફેદ કલરની કાર લઈને દારૂડિયો નિકળ્યો હતો. કારની વધુ પડતી ગતિના કારણે દારૂડિયાએ કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. અને લાઈટના થાંભલાને ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં જ આસપાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં સ્થળ પર આવ્યા હતા.
આ અકસ્માતમાં કાર દારૂડિયાનો બચાવ થયો હતો. પરંતુ નવી કાર બે વખત પલ્ટી મારી જવાથી સંપૂણ નષ્ટ થઇ ગઈ હતી. આ બનાવની જાણ થતાં સેકટર 7 પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં દારૂડિયો ભાગી ગયો હતો. જેનાં પગલે પોલીસે અજાણ્યા દારૂડિયા વિરુદ્ધ આઇપીસી કલમ 279 તેમજ મોટર વ્હીકલ એકટ 177, 184, તેમજ 134 (બી) હેઠળ ગુનો નોંધ્યો હતો. ઘટનાની જાણ થતા મોડી રાત સુધી પોલીસ પર ફોન આવવાના શરૂ થઈ ગયા હતા. પરંતુ પોલીસે તમામ ભલામણોને નજર અંદાજ કરીને દારૂડિયા વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવાની કાર્યવાહી શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.