ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણા બધા જૂના મકાનો તૂટી પડ્યા છે. શુક્રવારે રાત્રે ગુજરાત ના નડિયાદમાં એક બે માળની ઈમારત પડી ગઈ છે. આ દુર્ઘટનામાં 4 લોકોનું મૃત્યુ થયું છે જ્યારે પાંચ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી અમદાવાદ, રાજકોટ,નડિયાદ જેવા વગેરે શહેરોમાં ખૂબ જ વધુ વરસાદ પડી રહ્યો છે. ગોધરામાં પણ વધુ વરસાદના કારણે રેલવે પ્લેટફોર્મ ઉપર પાણી ભરાઈ ગયું હતું. શુક્રવારે રાત્રે વધુ વરસાદના કારણે નડિયાદમાં દરેક જગ્યાએ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે.
શુક્રવારે રાત્રે વધુ વરસાદના કારણે નડિયાદ ના પ્રગતિ નગર વિસ્તારમાં બે માળની ઈમારત થોડી જ વાર માં પડી ગઈ છે. જેની જાણકારી તરત જ પોલીસને કરવામાં આવી હતી. જાણકારી મળતાની સાથે જ સમય રહેતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ચુકી હતી. સાથે રાહત બચાવ ટીમ પણ બોલાવવામાં આવી હતી.
રાહત બચાવ ટીમ દ્વારા અત્યાર સુધીમાં પાંચ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય ચાર લોકો ના મૃતદેહ મળ્યા છે. જણાવી દઈએ કે આ ઘટના સરકારી સોસાયટી માં બનેલી છે. પ્રગતિ નગર વિસ્તાર ના લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે કાલે બપોરથી સાંજ સુધી ખૂબ જ વધુ વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો. જેના કારણે જૂની ઇમારત પડી ગઈ છે તેવું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે.