નાગ દેવતાના ફોટા ને સ્પર્શ કરી દર્શન કરો: પાંચ જ મીનીટમાં તમામ કષ્ટોમાંથી મળશે છુટકારો

હાલ તો શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ત્યારે શ્રાવણ માસની શુકલ પંચમી એટલે કે તે દિવસે નાગ પંચમીનો તહેવાર તો ધામધૂમથી ઉજવવામાં આવે છે.માત્ર ગુજરાત…

હાલ તો શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ત્યારે શ્રાવણ માસની શુકલ પંચમી એટલે કે તે દિવસે નાગ પંચમીનો તહેવાર તો ધામધૂમથી ઉજવવામાં આવે છે.માત્ર ગુજરાત માં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ખૂબ જ હર્શોલાસ સાથે  નાગ પંચમી નો તહેવાર ઉજવવામાં આવે છે.

જો આ દિવસની વાત કરવામાં આવે તો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.
આ દિવસે મહિલાઓ સવારે વહેલા ઊઠીને રોજિંદા કામમાંથી નિવૃત્ત થઈને નાગદેવતાની પૂજા કરી નાગદેવતા ને પ્રસન્ન કરે છે, જેથી નાગદેવતા ભક્તોના જીવનમાં હંમેશા રક્ષા કરે.

હિન્દુ ધર્મ અનુસાર સર્પોને દેવતા સમાન માનવામાં આવે છે.એટલું જ નહીં પરંતુ જ્યારે ભગવાન વિષ્ણુ શિવ પલંગ પર બિરાજમાન હોય ત્યારે ભગવાન શિવના આભૂષણો તરીકે નાગ હોય છે. આ નાગ પંચમીના દિવસે એક દોરડામાં સાત ગાંઠ બાંધવામાં આવે છે અને એ દોરડાને સાત સમજીને લાકડાના પટ્ટા પર રાખવામાં આવે છે.

આ દિવસે પ્રતીક તરીકે ગાયના છાણ  દિવાલ પર સાપની જોડીઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત સિંદૂર,અક્ષત, ફૂલ અર્પણ કરી નાગદેવતા ની પૂજા અર્ચના કરવામાં આવે છે.

નાગદેવતા ની પૂજા અર્ચના કરવાથી નાગદેવતા હંમેશા ભક્તો પર કૃપા વરસાવે છે અને પરિવારોનું રક્ષણ કરે છે. ઘણી જગ્યાએ આ દિવસે સાપને દૂધ પીવડાવવાની પરંપરા પણ હોય છે, ત્યારે લોકો હળદર રોલી ચોખા ફૂલ વગેરે નાગદેવતાને અર્પણ કરીને પૂજા કર્યા બાદ આ દોરડું કાચું દૂધ, ઘી અને ખાંડ મિક્સ કરીને નાગદેવતાને અર્પણ કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા પૂજા દરમિયાન શ્લોક સાથે નાગદેવતાની સ્તુતિ કરવી જોઈએ જેનાથી નાગદેવતા પ્રસન્ન થાય છે.

કહાની જાણે એમ છે કે,
એક શાહુકાર હતો. તેને સાત પુત્ર અને સાત પુત્રીવધુ હતી. તેમાંથી છ પુત્રવધુ ના મામા હતાં એમાં સૌથી નાની પુત્રવધુ ને મામા ન હતા. એવામાં જ શ્રાવણ મહિનો શરૂ થયો કે તરત આ છ પુત્ર વધુ તેમના ભાઈઓ સાથે મામાના ઘરે જતી રહી અને સાથની સૌથી નાની પુત્ર વધુને ભાઈ ન હતો તેથી તેને લેવા કોણ આવશે તેવી ઉદાસ થી મનમાં વિચારતી હતી કે મારે મામાનું ઘર નથી.

અને ઘરમાં ઉદાસ બેસીને વિચારતી રહી એવામાં જ એ પુત્રવધુ એ નાગદેવતા ને કહ્યું કે નાગદેવતાનું ઘર પણ આપો ત્યારે નાગદેવતા ને દયા આવી અને બ્રાહ્મણના રૂપમાં પ્રસન્ન થઈને એ સાતમી પુત્ર વધુને માવતર એ લઈ ગયા અને જોડે દૂર જતા જ તેમને પોતાનું અસલી રૂપ ધારણ કર્યું હતું.

નાગદેવતા તેને નાગલોકમાં પોતાના ઘરે લઈ આવ્યા અને તેની પત્નીને કહ્યું કે અમારી બહેન છે સારી રીતે સાચવજો કોઈ દુઃખ પહોંચવા ન દેતા. એવામાં જ એક દિવસ જ્યારે નાગની પ્રસુતિ થઈ હતી ત્યારે તે દીવો લઈને તેની ભાભીના બાળકોને જોવા ગઈ હતી એ દરમિયાન એ દીવો ડરના મારે હાથમાંથી પડી જતા નાગના બાળકોની પૂંછડી બળી ગઈ હતી. તેથી નાગ ખૂબ જ ગુસ્સે થઈ જતા તેના પતિને કહ્યું કે તારી બહેનને તેના સાસરે મોકલી આપ.

ત્યારબાદ નાગદેવતા તેની ભાભી ને ખબર પૈસા આપ્યા પછી તેના સાસરે મોકલી આપી અને શ્રાવણ માસની શરૂઆત થતા ની સાથે જ નાની પુત્રવધુ એ દીવાલ પર સાપ  દેવતા બનાવીને તેની વિધિવત પૂજા કરી શુભકામનાઓ શરૂ કરી હતી અને ત્યારથી જ આ પરંપરા ચાલતી આવે છે અને વરદાન આપ્યું હતું કે શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમી તિથિએ જેવો આપણને ભાઈ તરીકે પૂછે છે તેમની અમે હંમેશા રક્ષા કરીશું. અને ત્યારથી જ શ્રાવણ માસની શુકલ પંચમીને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *