દેવું થતા અવળા રસ્તે ચડ્યો સુરતનો રત્નકલાકાર… માસીયાઈ ભાઈના કારખાના માંથી ચોર્યા 24 લાખના હીરા

ચોરી (theft)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. એવામાં હાલ ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch) વધુ એક ચોરી કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. સુરત (Surat)માં કાપડના વેપારમાં નુકસાની જતાં દેવું ચૂકવવા માટે માસિયાઇ ભાઇના કારખાનામાંથી જ હીરા(diamond) ચોરી કરીને દેવું ભરવાનું વિચારી રૂા.24.12 લાખના હીરાની ચોરી કરી હતી. તેમજ આ યુવકે પોતાનો ચહેરો ઓળખાય નહીં તે માટે છત્રી લઇને આવ્યો અને ચાવીથી મુખ્ય દરવાજો ખોલીને અંદરનું ડ્રોઅર કાપ્યા બાદ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે 24 લાખના હીરાની ચોરી કરનારને ઝડપી પાડ્યો:
મળતી માહિતી અનુસાર, ભૌમિક પરબત સોજીત્રા સુરતના મોટા વરાછા અબ્રામા રોડ અમૃત રેસિડેન્સી ખાતે રહે છે. તેઓની વરાછા મીનીબજાર ચોકસી બજારમાં હીરાની ઓફિસ છે. ત્યારે બે દિવસ પહેલાં તેની ઓફિસમાં કોઇ અજાણ્યો વ્યક્તિ છત્રી લઇને આવ્યો હતો. તેણે ઓફિસ ખોલીને અંદરથી ડ્રોઅર કાપી નાખ્યું હતું, ત્યારબાદ ઓફિસમાંથી રૂ. 24.12 લાખની કિંમતના 122 કેરેટના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જેને પગલે વરાછા પોલીસમાં ભૌમિકભાઇ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેથી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ડોડિયાની ટીમને મળેલી માહિતીના આધારે પોલીસે કાપોદ્રાના કાપોદ્રા રચના સર્કલ પાસેથી વિજયકુમાર મુકેશભાઇ ધડુકને પકડી પાડ્યો હતો. તેમજ પોલીસે તેની પાસેથી રૂ.24.12 લાખના હીરા ઝડપી પડ્યા હતા.

દેવું ભરપાઈ કરવા ભાઈની જ ઓફિસમાં કરી ચોરી:
આ પછી પોલીસ દ્વારા પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, વિજય ફરિયાદી ભૌમિકના માસીનો પુત્ર થાય છે. જે સાંભળીને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. કારણ કે પોતાના જ સગાસંબંધીના કારખાનાની અંદર ચોરી કરી હતી. ચાર મહિના પહેલાં વિજયને કાપડના વેપારમાં મોટુ નુકસાન થવાને કારણે તે હીરાના વ્યવસાયમાં આવ્યો હતો અને હીરાનું કામકાજ શીખવા માટે ભૌમિકની ઓફિસે આવતો હતો.

તેમજ વિજય પિતરાઇ ભાઇ થતો હોવાથી ભૌમિકે કારખાનાની એક ચાવી વિજયને આપી હતી. ભૌમિકના કારખાનામાં લાખો રૂપિયાના હીરા પડ્યા હોવાથી વિજયએ દેવું ભરપાઇ કરવા માટે ભૌમિકની ઓફિસને નિશાન બનાવીને ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલીને મુખ્ય ઓફિસનું ડ્રોઅર ખોલી તેમાંથી હીરા ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસ દ્વારા વિજયની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *