વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ‘સુરત ડાયમંડ બુર્સ’નું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન- એકસાથે 60 હજાર લોકો કરી શકશે કામ

Inauguration of Surat Diamond Burse by PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું…

Inauguration of Surat Diamond Burse by PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ બુર્સના ચેરમેન અને બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનિય છે કે, સુરતના ખાજોદ વિસ્તારમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ બનશે.(Inauguration of Surat Diamond Burse) આ ઓફિસ અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટી માનવામાં આવે છે.

એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં અધિકારીઓએ સુવિધાઓથી મોદીની અવગત કરાવ્યા હતા. બાદમાં 8 કિમીનો રોડ-શો શરૂ થયો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીનો કોન-વે ડાયમંડ બુર્સ પહોંચ્યો હતો અને અહીં મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ(Inauguration of Surat Diamond Burse) કર્યું હતું. તેમજ ડાયમંડ બુર્સને નિહાળ્યું હતું. બાદમાં મોદી સભસ્થળે પહોંચ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા છે.

સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન(Inauguration of Surat Diamond Burse)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે, 17મી ડિસેમ્બરે ગુજરાતમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ (SDB) બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એકબીજા સાથે જોડાયેલી સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ છે અને યુએસ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન કરતા પણ મોટી છે. તેની 4500 થી વધુ ઓફિસો છે. આ પહેલા પીએમ મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું અને રોડ શો પણ કર્યો હતો.

સુરત ડાયમંડ બુર્સ રૂ. 3,500 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. બિલ્ડિંગનું બાંધકામ ફેબ્રુઆરી 2015માં શરૂ થયું હતું. તેનું કામ એપ્રિલ 2022માં પૂર્ણ થયું હતું. SDB ની સ્થાપના સુરતના હીરા ઉદ્યોગ દ્વારા ઉત્પાદન અને વેપાર બંને માટે વન-સ્ટોપ હબ તરીકે કરવામાં આવી છે. સુરત વિશ્વના 92% કુદરતી હીરાનું ઉત્પાદન કરે છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સુરત ડાયમંડ બુર્સનું નામ

આ ઈમારતનું નામ આ વર્ષે ઓગસ્ટમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. આ ઇમારત 35.54 એકરમાં ફેલાયેલી છે. તેનો બિલ્ટ અપ એરિયા 67 લાખ ચોરસ ફૂટ છે. આ પહેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલનો રેકોર્ડ અમેરિકાના પેન્ટાગોન પાસે હતો. પેન્ટાગોનનો બિલ્ટ અપ એરિયા 65 લાખ ચોરસ ફૂટ છે.

સુરતમાં બનેલા આ મેગાસ્ટ્રક્ચરમાં 9 ગ્રાઉન્ડ ટાવર અને 15 માળ છે. નવ લંબચોરસ ટાવર્સ કેન્દ્રિય કરોડરજ્જુ દ્વારા જોડાયેલા છે. તેની પાસે 300 ચોરસ ફૂટથી 1 લાખ ચોરસ ફૂટ સુધીની 4,500 ઓફિસ સ્પેસ છે. ઈમારતને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) તરફથી પ્લેટિનમ રેન્કિંગ મળ્યું છે.

ઓફિસો ઉપરાંત, ડાયમંડ બુર્સ કેમ્પસમાં સેફ ડિપોઝીટ વોલ્ટ, કોન્ફરન્સ હોલ, મલ્ટીપર્પઝ હોલ, રેસ્ટોરાં, બેંકો, કસ્ટમ ક્લિયરન્સ હાઉસ, કન્વેન્શન સેન્ટર, પ્રદર્શન કેન્દ્રો, તાલીમ કેન્દ્રો, મનોરંજન વિસ્તારો અને ક્લબ જેવી સુવિધાઓ છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ઘણી ડાયમંડ ટ્રેડિંગ કંપનીઓએ અહીં તેમની ઓફિસ શરૂ કરી છે.

સુરત ડાયમંડ બુર્સ બનાવવા માટે મુખ્ય કારણો 

ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવું.
હીરાના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા લોકોને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું.
કટિંગ, પોલિશિંગ અને પ્રોસેસિંગ સહિત ડાયમંડ, જેમ્સ અને જ્વેલરી સંબંધિત વ્યવસાયને વિસ્તારવા.
ભારતને વિશ્વમાં આધુનિક હીરા, જેમ્સ અને જ્વેલરી માર્કેટ તરીકે વિકસાવવા.
65,000 થી વધુ હીરા નિષ્ણાતો માટે આ ઇમારતને અનુકૂળ હબ બનાવવાનો હેતુ છે.
દિલ્હી સ્થિત આર્કિટેક્ટે બિલ્ડિંગની ડિઝાઈન તૈયાર કરી છે.

આ બિલ્ડિંગની ડિઝાઈન દિલ્હી સ્થિત આર્કિટેક્ટ સોનાલી અને મનિત રસ્તોગી અને તેમની ફર્મ મોર્ફોજેનેસિસ દ્વારા બનાવવામાં આવી છે. મનિત રસ્તોગીએ બિલ્ડીંગના સ્ટ્રક્ચર અને તેને બનાવવાના પડકાર પર કહ્યું – બિલ્ડિંગ બનાવવાનો સૌથી મોટો પડકાર એ હતો કે બિલ્ડિંગ કેવી રીતે ડિઝાઇન કરવી જેમાં લગભગ 65,000 લોકો આવી શકે.

65,000 લોકો ફૂટબોલ સ્ટેડિયમ જેવું છે. આ એક ઉચ્ચ સુરક્ષા ઝોન પણ છે. તેના તમામ રહેવાસીઓ એક જ સમયે બિલ્ડિંગની અંદર અને બહાર આવશે. તેથી જ કરોડરજ્જુના આકારની ઇમારત બનાવવામાં આવી છે. કરોડરજ્જુ નાના હાડકાંની શ્રેણીથી બનેલી હોય છે જેને વર્ટીબ્રે કહેવાય છે. તેવી જ રીતે, આ ઇમારત પણ એકબીજા સાથે જોડાયેલ છે.

સુરત એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ

વડાપ્રધાને આજે સુરત એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નવા બનેલા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલને પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક અને 600 ઈન્ટરનેશનલ પેસેન્જરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સિવાય તેની વાર્ષિક પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *