મહારાષ્ટ્રના નાગપુરમાં એક મહિલાનો શિકાર બનેલા એક 30 વર્ષના યુવકનું મોત નીપજ્યું હતું. આ મહિલાએ શારીરિક સુખ માણતા પહેલા તેના પાર્ટનરને દોરીથી ખુરશી વડે બાંધી દીધો હતો. આ દરમિયાન તેના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી અને ગળું દબાતા તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, મૃતકનો અને આ મહિલાનો છેલ્લા પાંચ વર્ષથી સંબંધ હતો. મહિલાના લગ્ન થઇ ગયા છે અને તેને બાળકો પણ છે. ગુરૂવારની રાતે બંને એકબીજા સાથે સમય વિતાવવા માટે અહીં આ લોજમાં આવ્યા હતા. શારીરિક સંબંધ બનાવતી વખતે વાસનામાં અંધ થયેલી આ મહિલા ભાન ભૂલી અને પુરૂષના હાથ-પગ નાઈલોનની દોરીથી ખુરશી સાથે બાંધી દીધા હતા ઉપરાંત આ મહિલાએ યુવકના ગળામાં પણ દોરી બાંધી દીધી હતી.
પોલીસે જણાવ્યું છે કે, સેક્સ માણ્યા બાદ મહિલા ટોયલેટમાં જતી રહી હતી અને તે સમયગાળા દરમિયાન યુવકને જે ખુરશી સાથે બાંધ્યો હતો તે ખુરશી પડી ગઈ હતી. ખુરશી નીચે પટકાતા પુરૂષ પણ નીચે પડી ગયો હતો અને તેના ગળામાં રહેલી દોરી ફાસો બની ગઈ હતી. જ્યારે મહિલા બહાર આવી અને જોયું તો તેના પાર્ટનરનું મોત થઇ ગયું હતું.
મહિલાએ તાત્કાલિક મદદ માટે લોજના માણસોને બોલાવ્યા અને દોરીમાંથી તેના પાર્ટનરને છોડાવ્યો હતો. સૂચના મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, હાલમાં પોલીસે આ મહિલાની ધરપકડ કરી છે. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. મહિલાએ યુવક સાથે પોતાના શારરિક સંબંધ હોવાનું જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle