ગુજરાતમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે કે, જેમાં પણ મોબાઈલ વીડિયો કોલ પર યુવતીઓની માયાજાળના કિસ્સા સતત વધતા જઈ રહ્યાં છે ત્યારે રાજ્યના રાજકોટ શહેરનાં ભાજપના IT સેલના ઈન્ચાર્જ સાયબર માફિયાના ચક્રમાં ફસાઈ ગયા છે.
શહેર ભાજપ IT સેલના ઈન્ચાર્જ મનોજ ગેરૈયાને એક વીડિયો કોલ આવ્યો હતો કે, જેમાં એક યુવતી નિર્વસ્ત્ર થઈ હતી ત્યારે સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ જતા યુવતીએ મનોજ ગરૈયાને બ્લેકમેલ કરવાની શરુઆત કરી હતી કે, જેના પછી રાજકોટ સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી.
મળી રહેલ જાણકારી પ્રમાણે શહેરનાં ભાજપ IT સેલના ઇન્ચાર્જ મનોજ ગરૈયાને મંગળવારની રાત્રે ફોન આવ્યો હતો. આ કોલ વીડિયો વોટ્સએપ કોલ હતો. અજાણ્યા નંબર પરથી આવેલ વીડિયો કોલ તેમણે ઉપાડયો ત્યારે અચાનક જ વીડિયો પર એક યુવતીએ પોતાના કપડા ઉતાર્યા હતા.
આ ફોન અંદાજે 30 સેકન્ડ ચાલ્યો હતો કે, જેમાં યુવતીએ પોતાના કપડા ઉતારી નાંખ્યા હતા. ત્યારપછી ભાજપના યુવા નેતાએ ફોન કાપી નાંખ્યો હતો. આ વીડિયો કોલ પછી બ્લેકમેઈલિંગનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. યુવતીએ ફોન કરીને પૂછ્યુ હતુ કે, ‘શું તમને મજા આવી?’
ત્યારપછી સાયબર માફિયા મેદાનમાં આવ્યા હતા. તેમણે મનોજ ગરૈયાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેમની પાસેથી રૂપિયા પડાવવાની શરૂઆત કરી હતી. આટલુ જ નહિ, સાયબર માફિયાએ મનોજ ગરૈયાના 30 સેકન્ડના વીડિયોમાં પણ ચેડા કર્યા હતા. યુવા નેતા પણ નગ્ન થતા હોય તેવો વીડિયો બનાવ્યો હતો. ત્યારપછી સાયબર માફિયાઓએ 5 લાખ રૂપિયા મોકલવા જણાવ્યું હતું. આ રૂપિયા પેટીએમ અને ગૂગલ પેથી મોકલવાનું જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.