લોકો ભગવાનની ભક્તિ કરવા માટે અનોખા રસ્તા અપનાવે છે તેના વિશે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ આપણા દેશમાં એવો સમુદાય પણ વસે છે.
જે તેના પૂરા શરીર પર રામ નામ લખે તો છે પરંતુ ક્યારેય તેની પૂજા કરતો નથી. આપણા દેશમાં વસતા આ સમુદાયના લોકો ક્યારેય મંદિરમાં પૂજા પાઠ કરવા જતા નથી.
કહેવાય છે કે ટૈટૂ આ સમાજના લોકો માટે એક સામાજિક બગાવતની નિશાની છે. લગભગ 100 વર્ષ પહેલા ગામમાં હિંદૂઓ ધર્મની ઉચ્ચ જાતિના લોકોએ આ સમુહના લોકો માટે મંદિરમાં જવાની મનાઈ ફરમાવી હતી. ત્યારથી આ પ્રથા શરૂ થઈ છે. તેઓ પોતાના શરીર પર રામ નામ લખાવે છે.
આ સમુદાય છે છત્તીસગઢના રામનામી સમાજના લોકો. તેઓ શરીરના દરેક ભાગ પર રામનામ લખાવે છે.
આ સમાજના લોકો રામ નામ તો લખાવે છે પરંતુ તેઓ મંદિરમાં જતા નથી કે કોઈ ભગવાનની મૂર્તિની પૂજા કરતા નથી. રામનામી સમાજના લોકોને રમરમિહા નામથી પણ ઓળખવામાં આવે છે.
છત્તીસગઢમાં જમગાહન ગરીબ અને પછાત વિસ્તાર છે. અહીં રહેતા રામ ટંડન પણ 50 વર્ષથી આ પરંપરાને નિભાવે છે. તેમની ઉંમર 76 વર્ષની છે.
જો કે હવેની પેઢીના લોકોને કામ કાજ માટે અન્ય શહેરમાં જવું પડે છે. તેથી તે આખા શરીર પર નહીં પરંતુ શરીરના કેટલાક ભાગ પર તો રામ નામ લખાવે જ છે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના ચાર જિલ્લામાં તેમની સંખ્યા વધારે છે. તેમની આબાદી અંદાજે એક લાખ જેટલી છે. તે તમામમાં ટૈટૂ કરાવવાની પરંપરા સામાન્ય વાત છે.