ગૌશાળાના સપનાને પુરા કરવા આ 4 ભાઈ-બહેનોએ લાખો રૂપિયાની નોકરી છોડી દીધી.

ગાયોની સેવા કરવા માટે ગુજરાતના 4 ભાઈ-બહેનોએ લાખોની નોકરી છોડી દીધી. પોતાના 3 કઝીન ભાઈ-બહેનોની સાથે 2017માં ગૌશાળા માટે નોકરી છોડનારી ડૉ. શ્યામા ગોંડલિયાને તેના…

ગાયોની સેવા કરવા માટે ગુજરાતના 4 ભાઈ-બહેનોએ લાખોની નોકરી છોડી દીધી. પોતાના 3 કઝીન ભાઈ-બહેનોની સાથે 2017માં ગૌશાળા માટે નોકરી છોડનારી ડૉ. શ્યામા ગોંડલિયાને તેના મમ્મી-પપ્પાએ પૂછ્યું હતું કે શું તું ગાયનું છાણ ઉઠાવી શકીશ?

શ્યામાનો કઝીન બ્રધર અજય પટેલ IIM-રાંચી પાસઆઉટ છે અને પોતાના આ સપના માટે તેણે દેશની ટોપની કંપનીમાં 18 લાખ રૂપિયા વાર્ષિકની નોકરી છોડી દીધી. શ્યામાના બે અન્ય ભાઈ મોહિત (મિકેનિકેલ એન્જિનિયર) અને પ્રશાંત પટેલ (સોફ્ટવેર એન્જિનિયર)એ પણ નોકરી છોડતા પહેલા પોતાના પરિવારના ગુસ્સાનો સામનો કર્યો હતો.

જોકે, આ ચારેય એ વાત પર અડગ હતા કે તેઓ ગૌશાળા ખોલશે અને ગાયોના ગર્ભાધાન પર કામ કરશે, જેથી આસપાસના ગામોમાં અર્થવ્યવસ્થાને સુધારી શકાય. આ ચારેય હવે સુરતના કાંકોટા ગામમાં 15 એકના ક્ષેત્રફળમાં એક વિશાળ ગૌશાળા ચલાવી રહ્યા છે. તેમની પાસે ગાયોની 25 દેશી નસ્લો છે, જે એક દિવસમાં 150 લીટર સુધી દૂધ આપે છે.

IIM માંથી સ્ટ્રેટર્જી અને માર્કેટિંગમાં વિશેષજ્ઞતા મેળવનારા અજયે કહ્યું હતું કે, મારો પરિવાર સોશિયલ સ્ટેટસને લઈને ચિંતિત હતો. તેમના હિસાબે ગૌશાળા અને ગાયોનું પાલન માત્ર ગ્રામીણ પરિવેશના લોકોનું જ કામ છે. છેલ્લાં 6 મહિનાથી આ લોકો પોતાના કેટલાક નક્કી કરાયેલા કસ્ટમર્સને પોતાના બ્રાન્ડનેમ હેઠળ રોજ 125-100 લીટર સુધી દૂધ વેચી રહ્યા છે. તેમણે શરૂઆતમાં ગુજરાતના ગોંડલ, જુનાગઢ અને ભાવનગરની આશરે 25 ગાયો ખરીદી, આ ઉપરાંત પોરબંદરથી એક બળદ ખરીદ્યું. જેમાં તેમનો કુલ ખર્ચ આશરે 50 લાખ રૂપિયા આવ્યો હતો.

પોતાની લાખોની નોકરી છોડીને આવેલા મોહિતે કહ્યું, સ્વિટ્ઝર્લેન્ડ જેવા વિકસિત દેશોમાં લોકો ચારા માટેની જગ્યાનું મહત્ત્વ સમજ્યા. ભારત પાસે તે જમીનની કમી નથી અને ચારો દૂધની સારી ક્વોલિટી માટે સૌથી વધુ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *