નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટે તક્ષશિલા અગ્નિકાંડમાં ઘવાયેલાને ઘર સુધી પહોચાડ્યું EWS પ્રમાણપત્ર- વાંચો અહી

Published on Trishul News at 12:08 PM, Sun, 9 June 2019

Last modified on June 15th, 2019 at 8:17 PM

બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ ને બિન અનામત વર્ગ ના દાખલા અને ઇડબલ્યુએસ સર્ટીફીકેટ કઢાવવા ની કામગીરી પૂરજોશમાં તંત્ર દ્વારા ચાલી રહી છે, પરંતુ તાજેતરમાં જ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશીલા કોમ્પ્લેક્ષ માં લાગેલી આગ માં ઇજાગ્રસ્તો બાળકો આ સર્ટિફિકેટ કઢાવવા હજી સુધી જઈ શક્યા નથી. જે વાતની જાણ નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને થઈ..

નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને લોક ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા તક્ષશિલા અગ્નિકાંડમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ નો સંપર્ક કરવામાં આવ્યો અને જરૂરીયાત મંદ જણાતા વિદ્યાર્થીઓને ઘરેથી મામલતદાર કચેરીએ જવાની તકલીફ ના લેવી પડે તે માટે ડેપ્યુટી મામલતદાર મયુરભાઈ પ્રજાપતિ અને બોઘરા સાહેબ સાથે યોગ્ય સંકલન કરીને આ વિદ્યાર્થીઓને પોતાના ઘરે આ જરૂરી પ્રમાણપત્રો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું. હાલમાં અતિ ગંભીર રીતે ઘાયલ એવા દર્શન ઢોલા નામના વિદ્યાર્થીને આ પ્રમાણપત્ર ઘર સુધી મળી ચૂક્યું છે અને બીજા વિદ્યાર્થીઓને પણ આવનાર દિવસોમાં ઘર સુધી પ્રમાણપત્ર મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ઇડબલ્યુએસ પ્રમાણપત્ર મેળવવા માટે તકલીફો વેઠવી પડે છે. પરંતુ સામાજિક ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે સુરતનું સક્રિય નવી આઈડી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ આવા વિદ્યાર્થીઓ માટે સતત મદદરૂપ થતું આવ્યું છે. આ ટ્રસ્ટ વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન, વૃદ્ધા પેન્શન, પ્રધાનમંત્રી ફંડ, મુખ્યમંત્રી ફંડ, વિધવા સહાય, બેરોજગાર યુવાનોને મદદ કરવી તેમજ મહિલા ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટેની માહીતી વિનામૂલ્યે આપી રહ્યું છે. જેનો લાભ આપો પણ લઈ શકો છો. નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ  સાથે જોડાવા અથવા માર્ગદર્શન મેળવવા માટે આપ 87330 33609, 98251 00687 પર સંપર્ક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટે તક્ષશિલા અગ્નિકાંડમાં ઘવાયેલાને ઘર સુધી પહોચાડ્યું EWS પ્રમાણપત્ર- વાંચો અહી"

Leave a comment

Your email address will not be published.


*