એકબાજુ મોટાભાઈએ દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું અને બીજીબાજુ નાનાભાઈએ ટૂંકાવ્યું જીવન- ખુશી માતમમાં ફેરવાઈ

રાજકોટ(ગુજરાત): તાજેતરમાં વધી રહેલા આપઘાતના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિશાલ નામના યુવાને આપઘાત કર્યો છે. જોકે, યુવાન વિશાળ શિવાભાઈ…

રાજકોટ(ગુજરાત): તાજેતરમાં વધી રહેલા આપઘાતના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિશાલ નામના યુવાને આપઘાત કર્યો છે. જોકે, યુવાન વિશાળ શિવાભાઈ કાકુલદ આપઘાત કરતા પહેલાં પોતાના મોટા ભાઈ યોગેશ દ્વારા શરૂ કરવામાં આવેલા ક્લિનિકના ઓપનિંગમાં પણ હાજર રહ્યો હતો. તેમજ હસતા મોઢે કેક કટિંગ પણ કર્યું હતું.

જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા વિશાલ નામના યુવકે બપોરના સમયે ગોંડલ રોડ પર આવેલા પી.ડી માલવયા કોલેજની સામે આવેલા રેલવે ટ્રેક પર ટ્રેનની આડે ઝંપલાવી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે.

આ દરમિયાન, સમગ્ર બનાવની જાણ રેલવે પોલીસ તેમજ માલવિયાનગર પોલીસને થતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. માલવયા નગર પોલીસ દ્વારા યુવકની ઓળખ મેળવી તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકના ભાઈ હોમિયોપેથી ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. બુધવારના રોજ સવારના સમયે જ પટેલવાડી વિસ્તારમાં ડોક્ટર અને મૃતક ભાઈએ ક્લિનિકનું ઓપનિંગ કર્યું હતું. જાણવા મળ્યું છે કે, આ સમયે મૃતકના પરિવારજનો સાથે મળીને કેક કટિંગ પણ કર્યું હતું. કેક કટિંગ કર્યા બાદ યુવાન પોતાનું મોટરસાયકલ લઈને નીકળી પડ્યો હતો.

પોલીસ તપાસમાં મૃતક યુવાન કાપડની દુકાન ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે કયા કારણોસર તેને આત્મહત્યા કરી છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  તેણે ક્લિનિકના ઓપનિંગ સમયે જે કેકનું બટકું પોતાના નાનાભાઈને ખવડાવ્યું હતું તે અંતિમ બટકું હશે તેવું મૃતકનાં ડોક્ટર ભાઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *