રાજ્યમાં આવેલ રાજકોટ શહેરમાંથી હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રામ-લક્ષ્મણ જવી ભાઈની જોડી ફક્ત રામાયણમાં જ સાંભળી હશે પરંતુ હાલમાં જે જાણકારી સામે આવી છે એને જાણીને રામ-લક્ષ્મણ ભુલાઈ જશે. રાજકોટ શહેરમાં આવેલ મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા 66 વર્ષીય હરિભાઈ સુરાણીએ તેનાથી નાનાભાઈ કે જેમની ઉંમર 52 વર્ષીય છે તેમને પોતાની કિડની ડોનેટ કરી છે.
હાલમાં બંને ભાઈઓ અમદાવાદમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આની સાથે જ બંનેની તબિયત પણ સુધારા પર છે. હરસુખભાઈ સુરાણીના દીકરા ડો.દર્શન સુરાણીના જણાવ્યા પ્રમાણે તેમના પિતાને કુલ 4 ભાઈઓ છે કે, જેમાંથી 2 ભાઈ વ્યવસાય કરે છે તેમજ અન્ય 3 ખાનગી શાળાનું સંચાલન કરે છે.
3 વર્ષ અગાઉ બ્લડપ્રેશરની તકલીફ થતા કિડની ફેલ થઇ હતી, જેને લીધે તેઓ ડાયાલિસીસ પર હતા. વર્ષ 2019માં માર્ગ અકસ્માત નડતા તેમનો રિપોર્ટ કરાવતા ઓપરેશન કરાવવું પડ્યું હતું જેનાથી સાજા થતા 9 મહિના લાગ્યા હતા. કિડની બદલાવવા માટે અનેકવિધ પ્રયાસો કર્યા હતાં.
એવાં છતાં છેવટે સિવિલ હોસ્પિટલમાં 5 વર્ષનું વેઈટિંગ હોવાનું જાણવા મળતા તેમના મોટાભાઈએ કિડની આપવાનો નિર્ણય લીધો હતો, જેનાં પૂર્વે જરૂરી બધાં જ રિપોર્ટ કરાવ્યા પછી કિડની ડોનેટ કરવામાં આવી હતી. આ કાર્ય અંગે ઘરમાં પણ વાતચીત થતા તમામ લોકોએ એકસૂરે હા પાડી દીધી હતી.
કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા પછી હાલમાં બંનેની હાલત ખુબ સારી છે. કિડની ડોનર હરિભાઈને હાલમાં તો સામાન્ય વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યારે હરસુખભાઈને હજુ પણ 10 દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવશે. આવાં પ્રકારની ઘટના ભાગ્યે જ કોઈ સમાજમાં જોવા મળતી હોય છે.
મોટાભાઈ દ્વારા નાનાભાઈને કિડની આપતા એક શ્રેષ્ઠ ઉદાહરણ અન્ય લોકો માટે પૂરું પાડ્યું છે. ડાયાલિસીસ વખતે તેઓની બંને કિડની પર ખરાબ અસર થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. આની સાથે જ એક પ્રશ્ન સામે ઊભો થતો હતો કે, કિડની કોણ આપશે? આવા સમયે તેમના જ મોટાભાઈએ આ ઉત્તમ કાર્ય કરીને તેમના નાનાભાઈને જીવનદાન આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle