માતાપિતાની ગેરહાજરીમાં આયાએ બે વર્ષના માસુમ સાથે આચરી હેવાનિયત- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

મધ્યપ્રદેશના જબલપુર (Jabalpur, Madhya Pradesh) શહેરમાં એક હૃદયદ્રાવક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં બાળકની સંભાળ રાખવા માટે તેના માતા-પિતાએ એક મહિલા (આઈ) ને રાખી હતી, જેણે બાળકને થર્ડ ડિગ્રી ટોર્ચર આપીને તેની હાલત ખરાબ કરી દીધી. બાળકના માતા-પિતાને શંકા જતાં તેઓએ ઘરમાં સીસીટીવી લગાવ્યા હતા. આ પછી, જ્યારે સીસીટીવી ફૂટેજ જોયા, ત્યારે આ વિડીયોએ માતા-પિતાને ચોંકાવી દીધા હતા.

મધ્યપ્રદેશના જબલપુરના માધોતાલ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટાર સિટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નોકરી કરતા દંપતીએ તેમના 2 વર્ષના બાળકની સંભાળ રાખવા માટે એક નોકરાણી રાખી હતી, જેને દર મહિને 5 હજાર રૂપિયા અને ખાવાનું આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ જે નોકરાણીને માસૂમ બાળકની સંભાળ લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી, તે જ મહિલા દ્વારા નિર્દોષ સાથે જંગલી જેવું વર્તન કરવામાં આવ્યું. બાળકની બગડતી હાલત અંગે માતા-પિતાને શંકા જતાં તેઓએ ઘરમાં સીસીટીવી લગાવ્યા.

મળતી માહિતી મુજબ, જબલપુરમાં લગભગ 4 મહિના પહેલા એક પરિવારે રજની ચૌધરીને બે વર્ષના બાળકની દેખરેખ માટે રાખી હતી. માતા અને પિતા બંને કામ કરે છે. 2 વર્ષના બાળકની સંભાળ લેવા માટે ઘરે કોઈ નહોતું. આયાની એપોઇન્ટમેન્ટ બાદ સવારે 11 વાગે માતા-પિતા તેના માટે જમવાનું બનાવીને કામ પર જતા હતા. આ પછી રજની ચૌધરીએ બે વર્ષના માસૂમ બાળક પર થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યું. બાળકની બગડતી હાલત જોઈને માતા-પિતાને રજનીના વર્તન પર શંકા ગઈ. તેઓએ રૂમમાં સીસીટીવી લગાવ્યા હતા.

થોડા દિવસો પહેલા માસુમ બાળક ખૂબ જ નબળું અને અસ્વસ્થ જણાતા તેને ડોક્ટર પાસે લઈ જઈ તપાસ કરવામાં આવી ત્યારે ડોક્ટરે બાળકના આંતરડામાં સોજો હોવાની માહિતી આપી હતી. બાળકના આવા વર્તન પાછળ કોઈ પ્રકારનો ત્રાસ હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી. જ્યારે માતા-પિતાએ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી તો રજની ચૌધરીએ બાળક સાથે કરેલી ક્રૂરતા અને મારપીટની તસવીરો જોઈને તેઓના હોશ ઉડી ગયા.

આ ઘટના બાદ તેણે તુરંત જ માધોતાલ પોલીસ સ્ટેશનમાં રજની ચૌધરી વિરુદ્ધ FIR નોંધાવી હતી, જેના પછી પોલીસે તરત જ રજની ચૌધરીના ઘરે જઈને તેની ધરપકડ કરી હતી. એએસપી સંજય અગ્રવાલે કહ્યું કે, આરોપી સામે કલમ 308 હેઠળ કેસ નોંધીને તેને જેલમાં મોકલી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરોમાં સિંગલ ફેમિલી વધી રહી છે અને કામ કરતા પતિ-પત્ની ઘણીવાર બાળકોની દેખભાળ માટે આયા કે બાઈને રાખે છે, પરંતુ રજની જેવા બાળકો પ્રત્યેનું વર્તન ઘણું જોખમી સાબિત થઈ શકે છે. હાલ બાળકના માતા-પિતા તેની સારવાર કરાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *