સુરેન્દ્રનગરની રુવાડા બેઠા કરી દેતી ઘટના… દફનાવેલી બાળકીને બહાર કાઢી નરાધમે હેવાનિયતની તમામ હદો પાર કરી

Surendranagar, Gujarat: સુરેન્દ્રનગરમાંથી હેવાનિયતની તમામ હદો પાર કરતી ઘટના સામે આવી છે. હૃદયમાં કાણાં સાથે જન્મેલી બાળકીનું નિધન થતાં, તેની દફનવિધિ કરવામાં આવી હતી. હજુ તો બાળકીના મોતનો માતમ પણ પૂરો નહોતો થયો ત્યાં પરિવાર માથે બીજો આભ ફાટી પડ્યો.

મૃત બાળકીને દફનવિધિના બીજા દિવસે અસ્તવ્યસ્ત હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, નરાધમ દાનવે બાળકીના મૃતદેહને બહાર કાઢી હેવાનિયતની તમામ બધો પાર કરી હતી. માનવતાને સંપૂર્ણપણે શર્મસાર અને દાનવોને પણ શરમાવે તેવી આ રુવાડા ઉભા કરી દેતી ઘટના સુરેન્દ્રનગરના થાનગઢની છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરી વિસ્તારમાં રહેતા એક પરિવારની દોઢ વર્ષની મૃત બાળકી સાથે હેવાનિયતની તમામ હદો પાર કરવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. દફન કરેલી બાળકીના મૃતદેહને પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ કરી હતી. તેને લઈને પરિવાર પર દુઃખના પહાડ તૂટી પડ્યા હતા. ડોક્ટરના રિપોર્ટ બાદ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, દોઢ વર્ષની આ બાળકીને જન્મથી જ હૃદયમાં કાણું હતું. 25 ફેબ્રુઆરીના રોજ બાળકીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પરિવારજનો બાળકીના દફનવિધિ કરવા પહોંચ્યો હતો. દફનવિધિ પૂરી થયા બાદ બીજા દિવસે તે જ બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવતા પરિવારની આંખો પહોળી થઈ ગઈ હતી. આ ઘટના અંગે પરિવારે પોલીસ અને સરકારી હોસ્પિટલને પણ જાણ કરી હતી.

બાળકીનો મૃતદેહ મળતા પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં ડોક્ટર બાળકી સાથે દુષ્કર્મ થયાની જાણ કરી હતી. ડોક્ટરના રિપોર્ટ બાદ, પરિવારજનોએ મૃત બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે જ મૃત બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *