બસ માંથી નીચે ઉતર્યો ને આવ્યો હાર્ટ એટેક… ભગવાન બનીને આવેલા ટ્રાફિક પોલીસકર્મીએ આ રીતે બચાવ્યો યુવકનો જીવ

છેલ્લા ઘણા સમયથી હાર્ટ-એટેકથી અનેક લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં મોટા ભાગે યુવાનો હાર્ટ-એટેકનો શિકાર થઇ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ઊંચ પાંચ…

છેલ્લા ઘણા સમયથી હાર્ટ-એટેકથી અનેક લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં મોટા ભાગે યુવાનો હાર્ટ-એટેકનો શિકાર થઇ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ઊંચ પાંચ યુવાનોના હાર્ટ-એટેકથી મોત થયા છે. કોઈ ક્રિકેટ રમતા રમતા તો કોઈને જીમમાં કસરત કરતા કરતા જ હાર્ટ-એટેક આવતા મોતને ભેટ્યા. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકને અચાનક હાર્ટ-એટેક આવતા ત્યાં હાજર કોન્સ્ટેબલે CPR આપી યુવકનો જીવ બચાવ્યો હતો.

ઓન-ડ્યુટી કોન્સ્ટેબલે CPR (કાર્ડિયોપલ્મોનરી બચાવ) આપી ને એક યુવકનો જીવ બચાવ્યો. આ યુવક હાર્ટ-એટેક ને કારણે રસ્તા પર પડી ગયો હતો. આ જોઈ ત્યાં ફરજ બજાવતા ટ્રાફિક-પોલીસ કર્મચારીએ કોઈ પણ જાતનો સમય બગડ્યા વગર, તેના શ્વાસ પાછા ન આવે ત્યાં સુધી તેના હૃદય પર CPR આપ્યું હતું, જેથી તેનો જીવ બચી શકે. આ ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બાલાજી નામના આ વ્યક્તિ રાજેન્દ્રનાગરમાં બસમાંથી ઉતરતાંની સાથે જ તેને હાર્ટ-અટેક આવ્યો અને તે ત્યાં રસ્તા પર જ પડી ગયા. રાજશેખર નામના ટ્રાફિક કોન્સ્ટેબલએ આ જોયું અને ત્યારે જ થોડો પણ સમય બગાડ્યા વગર તેને CPR આપવાનું શરૂ કર્યું. તેઓ તેને લગભગ 2 મિનિટ સુધી CPR આપતા રહ્યા.

આ દરમિયાન  તેનામાં રીકવરી જોવા મળી હતી. તેના મોમાં થી ફીણ પણ નીકળવા લાગ્યા હતા. આ સમયે તેને ગૂંગળામણ ન થાય તે માટે રાજશેખરે બાલાજીના શર્ટ ના બટન પણ ખોલી દીધા હતા. ત્યારબાદ તેને બાલાજીનું મોં સાફ કર્યું જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ ન થાય. જયારે તે હોશમાં આવ્યો અને તેની તબિયત માં સુધારો જોવા મળ્યો ત્યારે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં, તેની હાલત માં સુધારો જોવા મળ્યો છે.

પોલીસ ડીજીપીએ ટ્વિટ કર્યું હતું- ‘તેલંગાણા પોલીસની લોકો પ્રત્યેની પ્રબળ પ્રતિબદ્ધતા. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ રાજશેખરે જેટલી ઝડપથી અને અસર સાથે CPR આપી,તેથી મરી રહેલા માણસનો જીવ બચી ગયો .હું રાજશેખરની બહાદુરીની પ્રશંસા કરું છું.’

અભિનેતા ચિરંજીવીએ પણ રાજશેખરની પ્રશંસામાં ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, ‘ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ રાજશેખરને સલામ, જેની સાવચેતી અને CPR એ જીવન બચાવી લીધું. આ કરીને, તેમણે માનવતા અને મૈત્રીપૂર્ણ પોલીસનું ઉદાહરણ રજૂ કર્યું છે જે લોકોની સંભાળ રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *