નરાધમે પોલીસની પરીક્ષા આપીને આવી રહેલી દીકરીને બનાવી હવસનો શિકાર- એસીડ છાંટી આચર્યું દુષ્કર્મ

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં પોલીસની પરીક્ષા આપવા ગયેલી એક વિદ્યાર્થિનીનું અપહરણ કરીને ટેમ્પો ચાલકે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને પછી તેની હત્યા કરી હતી. ગુરૂવારના રોજ વિદ્યાર્થિનીનો મૃતદેહ નહેરના કિનારે મળ્યો. ડેડબૉડીની ઓળખ ન થાય તે માટે તેના ચહેરા પર એસિડ નાંખવામાં આવ્યું છે.

પોલીસે મૃતદેહને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે. પોલીસ અત્યારે આ ઘટના અંગે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ 14 માર્ચને રવિવારના રોજ વિદ્યાર્થિની પોલીસની પરીક્ષા આપવા બેતિયા ગઈ હતી. પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થિની ઘરે પરત આવવા માટે તે એક ટેમ્પોમાં બેઠી.

કહેવામાં આવી રહ્યું છે કે, ટેમ્પોના ડ્રાઇવરે વિદ્યાર્થિનીનું અપહરણ કર્યું અને પછી સુમસામ જગ્યાએ લઇ જઇને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ વિદ્યાર્થિનીની હત્યા કરી દેવામાં આવી અને મૃતદેહની ઓળખ ન થાય તે માટે ચહેરા પર એસિડ નાંખી દેવામાં આવ્યું.

વિદ્યાર્થિનીનો મૃતદેહ ત્રણ દિવસ બાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપપુર નહેરના કિનારે મળ્યો હતો. ગામના લોકોએ હત્યારાને ફાંસી આપવાની માંગ કરતા હોબાળો મચી જવા પામ્યો હતો. વિદ્યાર્થિનીનો મૃતદેહ મળવાની સૂચના પર SDPO રામનગર અને SP કિરણ કુમાર જાધવ ઘટનાસ્થળે પહોંચ્યા અને ગામવાળાઓને શાંત કરાવતા મૃતદેહને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યો.

SP કિરણ કુમાર દ્વારા જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થિનીની ઓળખ કરી લેવામાં આવી છે. સાથે જ આરોપી ટેમ્પો ડ્રાઇવરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ટેમ્પોના ડ્રાઇવરની ઓળખ સેમરાના કતકુઇયા નિવાસી ઇસરાયલ બૈઠાના પુત્ર રાજૂ બૈઠા તરીકે થઈ છે. આ સમગ્ર ઘટના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગહામાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *