આજકાલ દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે તો હવસખોરો ગર્ભવતી મહિલા સાથે પણ દુષ્કર્મ કરતા હોય તેવા કિસ્સો સામે આવે છે. આ દરમિયાન રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ગર્ભવતી મહિલાને ખાવાનું આપવાને બહાને ધોળેદિવસે એમ્બ્યુલન્સમાં ગેંગરેપ કરનારા બંને યુવકોને પોલીસ દ્વારા બુધવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ પીડિતા પોલીસની પાસે પહોંચી હતી. ત્યારે તેની પાસે એમ્બ્યુલન્સનો નંબર પણ ન હતો, જેમાં તેની સાથે ગેંગરેપ થયો.
તે એસએમએસ હોસ્પિટલની પોલીસ ચોકીએ પહોંચી હતી. ત્યાં ઉભેલી એક વાનને જોઈને ચોકી પ્રભારી એએસઆઈ રાજેન્દ્ર શર્માને જણાવ્યું કે, સુરેન્દ્ર અને મહેન્દ્રની પાસે આવી જ એમ્બ્યુલન્સ હતી. સીટ પર લાલ રંગની શેતરંજી પાથરવામાં આવી હતી અને સ્પીકર પણ લગાવેલા હતા.
પોલીસ પીડિતાને લઈને એસએમએસ મેડિકલ કોલેજની સામે પહોંચી. જ્યાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડ પર દરેક ગાડીને જોવામાં આવી. મહિલા સુરેન્દ્ર યોગીની એમ્બ્યુલન્સને ઓળખી ગઈ. ત્યાં આસપાસ હાજર અન્ય ડ્રાઈવરોથી જાણ થઈ કે સુરેન્દ્ર છેલ્લા ઘણાં કલાકથી ગાયબ છે.
ત્યારેબાદ મોબાઈલ નંબર અને રજિસ્ટ્રેશનના આધારે ડ્રાઈવર સુરેન્દ્ર યોગીની તલાશ કરી ઘટનામાં સામેલ મહેન્દ્ર મીણા ઉર્ફે ગોટ્યાને પોલીસ દ્વારા બુધવારે દબોચી લેવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, સુરેન્દ્ર યોગી ભરતપુર જિલ્લાના ભુસાવરનો રહેવાસી છે. તેમજ બીજો આરોપી મહેન્દ્ર મીણા દૌસા જિલ્લામાં કાલાખોહમાં રહે છે. આ બંને જયપુરમાં એમ્બ્યુલન્સ ચલાવે છે.
ડીસીપી અભિજીત સિંહના કહેવા મુજબ, 22 વર્ષની ગર્ભવતી મહિલા પોતાના પતિની સાથે એસએમએસ હોસ્પિટલની બહાર ફુટપાથ પર રહે છે. તે 24 મેની સવારે 11 વાગ્યે ખાવાનું લેવા નીકળી હતી. ત્યારે સુરેન્દ્ર યોગી તેને ખાવાનું ખવડાવવાને બહાને પોતાની સાથે એમ્બ્યુલન્સમાં લઈ ગયો હતો.
આ દરમિયાન રસ્તામાં ત્રિમૂર્તિ સર્કલની પાસે સુરેન્દ્રએ પોતાના દોસ્ત મહેન્દ્ર મીણાને પણ બેસાડી લીધો. જે બાદ ગાંધી સર્કલથી ઝાલના જતા રોડ પર બંને યુવકોએ એમ્બ્યુલન્સમાં જ મહિલા સાથે વારાફરતી દુષ્કર્મ કર્યું હતું. અને ત્યારબાદ ફરી તેને એસએમએસ હોસ્પિટલ લાવીને છોડી દીધી અને બન્ને ત્યાંથી ભાગી ગયા.
ઘટના બાદ મહેન્દ્ર અને સુરેન્દ્રએ મહિલાને ચુપ રહેવા માટે મદદ કરવાની લાલચ આપી. આરોપીઓએ કહ્યું કે, દુષ્કર્મની વાત કોઈને નહીં જણાવ તો તને જમવાનું, એક કિલો દેસી ઘી અને 500 રૂપિયા આપીશું. આ દરમિયાન મહિલા તેની લાલચમાં ન આવી અને તે સીધી જ પોલીસ ચોકી પહોંચી અને એએસઆઈ રાજેન્દ્રને આપવિતિ જણાવી હતી.
ત્યારબાદ મામલો ઉચ્ચાધિકારીઓ સુધી પહોંચ્યો હતો. ગેંગરેપ અને એસટી-એસસી એક્ટમાં કેસ દાખલ કરીને ગાંધીનગરના એસીપી રાજવીર સિંહ ચૌધરીને સોંપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, 22 વર્ષની મહિલા સવારે ખાવાનું શોધવા માટે નીકળી હતી. અને આ મહિલા પતિની સાથે એસએમએસ હોસ્પિટલની સામે ફુટપાથ પર રહે છે.
તેને સુરેન્દ્ર યોગી મળ્યો અને ખાવાનું ખવાડાવવાના બહાને એમ્બ્યુલન્સમાં બેસાડીને લઈ ગયો. ત્યારબાદ તેણે તેના દોસ્ત મહેન્દ્રને પણ એમ્બ્યુલન્સમાં બોલાવીને બેસાડી દીધો. લોકડાઉનના કારણે રસ્તાઓ ખાલીખમ હતા. જેથી બંનેએ એમ્બ્યુલન્સમાં જ મહિલા સાથે ગેંગરેપ કર્યો. ત્યારબાદ બાદ આ બંને નરાધમ તેને ફુટપાથ પર જ છોડીને ભાગી ગયા હતા. હાલ પોલીસ દ્વારા આ બંને નરાધનોની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.