પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પીએમ આજે એટલે કે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૭૦ વર્ષના થઈ ગયા. મોદી દેશના એવા પહેલા પ્રધાનમંત્રી છે જેમનો જન્મ આઝાદ ભારતમાં વર્ષ 1950માં થયો હતો. તેમનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો અને વર્ષ 1971માં સંઘ સાથે જોડાઇ ગયા. ત્યારબાદ ૧૯૮૫માં ભાજપમાં જોડાયા. પાર્ટીમાં જોડાયા બાદ ૧૬ વર્ષ પછી એટલે કે ૨૦૦૧માં ભૂકંપ બાદ કેશુભાઈ પટેલની જગ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેના ૧૪ વર્ષ પછી દેશના એવા પહેલા પ્રધાનમંત્રી બન્યા જેમનો જન્મ આઝાદ ભારતમાં થયો હતો.
નરેન્દ્ર મોદી ના પીએમ બન્યા બાદ કેન્દ્ર સરકારે ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી. કહી શકાય કે આ યોજનાઓની ચર્ચા આજે દરેક ઘરમાં થાય છે. અમે અહીંયા એવી જ સાત યોજનાઓની જાણકારી આપીશું.
જનધન યોજના: મોદી સરકારે 14 ઓગસ્ટ 2014ના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી. દેશમાં તમામ પરિવાર માટે બેન્કની સુવિધા મળી રહે તે હેતુથી 28 ઓગસ્ટ 2014ના રોજ આ યોજનાને લોન્ચ કરવામાં આવી. રિપોર્ટ અનુસાર જન ધન યોજના અંતર્ગત ૪૦.૬૩ કરોડ બેંક ખાતાઓ ખોલવામાં આવી ચૂક્યા છે. તેમાં લોકોએ ૧,૨૯,૮૧૧.૦૬ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. જન ધન ખાતા ઓમાન પુરૂષોથી વધારે સ્ત્રીઓની ભાગીદારી છે. કોરોના કાળમાં સરકારે ત્રણ મહિના સુધી મહિલાઓના ખાતામાં પાંચસો રૂપિયાની રકમ જમા કરાવી.
ઉજ્વલા યોજના: સરકારે યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે જીવન જીવી રહેલા પરિવારો માટે રસોઈ ગેસ એટલે કે એલપીજી કનેક્શન મફતમાં આપ્યું હતું. આ યોજનાની શરૂઆત એક મેં 2016ના રોજ થઈ હતી અને માર્ચ 2020 સુધી આઠ કરોડ એલપીજી કનેક્શન વહેંચવામાં આવે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.
કિસાન સન્માન નિધિ યોજના: 2019 ના લોકસભા ચૂંટણી પહેલા જ મોદી સરકારે કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં દર વર્ષે ૬ હજાર રૂપિયા જમા કરાવવામાં આવે છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર આ યોજના અંતર્ગત અત્યાર સુધી 9.9 કરોડ ખેડૂતોને 75000 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી ચૂકી છે.
આયુષ્માન ભારત યોજના: સરકારની આ યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે આવનાર પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સરકાર નું માનીએ તો દેશમાં ૧૦ કરોડ પરીવારને 50 કરોડ સભ્યોએ આ યોજનાનો લાભ મળે છે.
સ્વચ્છ ભારત અભિયાન: પ્રધાનમંત્રીએ 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં એક સ્વચ્છ ભારત રાષ્ટ્રીય આંદોલનના રૂપે શરૂ કર્યું હતું.આ યોજનાની શરૂઆત માં તેમણે કહ્યું કે ગાંધીજીએ દેશને ગુલામીમાંથી આઝાદ કરાવ્યો હતો પરંતુ સ્વચ્છ ભારતનું સપનું પૂર્ણ નથી થયું. સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે શૌચાલયો નીશુલ્ક નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે. તેના માટે સરકાર બાર હજાર રૂપિયાની રકમ આપે છે.
અટલ પેન્શન યોજના: પીએમ મોદીએ 2015માં અટલ પેન્શન યોજનાની શરૂઆત કરી. આ યોજનામાં થોડા રોકાણ દ્વારા વૃધ્ધાવસ્થામાં એક નિશ્ચિત પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. 18 થી 40 વર્ષની ઉંમરના વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે. ૬૦ વર્ષના ઉંમર થયે તે વ્યક્તિને એક હજારથી પાંચ હજારનું પેન્શન મળશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના: આ યોજનાની શરૂઆત 2015માં થઈ હતી. દસ વર્ષથી ઓછી ઉંમરની બાળકીના ઉચ્ચ ભણતર અને લગ્નમાં બચત કરવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એક સારામાં સારી રોકાણ યોજના છે. તેને ઓછામાં ઓછા 250 રૂપિયા રકમથી ખાતું ખોલી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en