શ્રીલંકા: બોમ્બ વિસ્ફોટોમાં ૨૯૦ ના મોત, 24 કલાકમાં આરોપીઓને પકડી પણ લીધા

Published on: 1:11 pm, Mon, 22 April 19

શ્રીલંકામાં અત્યાર સુધી થયેલા આઠ બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ૨૯૦ લોકોના મોત થયા છે અને લગભગ 500 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે.

– અત્યાર સુધી આઠ બોમ્બ બ્લાસ્ટ થયા.

– બ્લાસ્ટમાં હોટલ અને ચર્ચને નિશાન બનાવાયા.

– ૨૯૦ લોકોના મોત ૫૦૦ ઘાયલ.

– 24 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ.

– ત્રણ ચર્ચમાં ઈસ્ટરની પ્રાર્થના દરમિયાન બ્લાસ્ટ.

– કોલંબોમાં ચાર હોટલ અને એક પ્રાણીસંગ્રહાલય પાસે બ્લાસ્ટ.

– કોઈ સંગઠન એ આ હુમલાની જવાબદારી લીધી નથી.

– સરકારે કહ્યું કે આત્મઘાતી હુમલો વિદેશમાં રચવામાં આવ્યું કાવતરૂ છે.

શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના જણાવ્યા પ્રમાણે બોમ બ્લાસ્ટ બાદ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા તમામ શ્રીલંકાના નાગરિકો છે. આ લોકોના કોઇ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે સંપર્કો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

હુમલા બાદ સમગ્ર શ્રીલંકામાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને સોશિયલ મિડીયા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

શ્રીલંકાના સંરક્ષણ મંત્રી આર વીજયવર્ધનનું કહેવું છે, “આ આત્મઘાતી હુમલો છે. ગુપ્તચર સંસ્થાઓએ હુમલા વિશે સુચિત કર્યા હતા. જોકે તેને રોકી શકીએ તે પહેલાં જ બ્લાસ્ટ થઈ ગયા હતા.”

કોણ છે હુમલાખોર ?

આ હુમલો કોને કર્યો છે તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. ધરપકડ કરાયેલા લોકો વિશે પણ કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી.

શ્રીલંકાના દૂર સંચાર મંત્રી હરિન ફર્નાન્ડો એ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સરકાર પાસે આજે થયેલા હુમલાઓ અંગે ગુપ્ત માહિતી હતી.

તેમણે કહ્યું “આ ગુપ્ત માહિતી અંગે વડાપ્રધાનને જાણ કરવામાં આવી ન હતી. કેબિનમાં એવા સવાલો પણ ઉઠ્યા હતા કે આ રિપોર્ટને કેમ ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો”.