ભાવનગરને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2008, 2012 અને 2014માં વચનો અને વાદા આપી ભાવનગરની પ્રજાની મશ્કરી કરી છે તેવા ગંભીર આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનહર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનહર પટેલે આક્ષેપ કરતા કહ્યું છે કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ૨૦૦૮ મા ભાવેણાને આપેલા વચનો પૈકી એક પણ કામ કયુઁ નથી છતાં ભાજપાના આગેવાનો તેમને યશસ્વી પ્રધાનમંત્રી કહે છે, આવા યશસ્વી પ્રધાનસેવકના કાને ઉઘરાણુ કરવાની હિંમત ભાવનગરના ભાજપાના એક પણ આગેવાનમા નથી. એ હાલની ભાવેણી અધોગતિ સ્થિતિ દેખાડે છે. સાથે તેમણે વધુમાં ઉમેરતા કહ્યું છે કે, બહુ ઓછા લોકોને અંદાજ હશે કે દશ વષઁ પછીનુ ભાવનગર કેવુ હશે, ભાવનગરનો વિકાસ ડગલા માંડીને નહી કુદકા મારીને થવાનો છે.” આ વાતના ૧૦ ને બદલે ૧૨ વર્ષ થઇ ગયા છે.
વધુમાં જણાવતા મનહર પટેલે કહ્યું છે કે, કોંગ્રેસના એક આગેવાન તરીકે અમે સતત પુછીએ છીએ કે આજે ૨૦૨૧ છે ભાવનગરના કયા ખુણાનો વિકાસ થયો ? મારે ભાવનગરના ભાજપા નેતાઓને ભાવનગર માટે કહેવું છે કે, તમે રાજનીતી કરજો પરંતુ ભાવનગરના વિકાસની બાબત હોય તેમા પણ તમારા નેતાની કદમબોચી કરીને ક્યા સુધી એમના ખોખલા ભાષણોની તાળીઓ પાડશો. તેઓ તેમણે કટાક્ષ કર્યો હતો.
સાથે તેમણે કહ્યું છે કે, ભાવનગરના ભાજપાના આગેવાનો ભાવેણાના ઉજવળ ભવિષ્ય માટે એ ભાષણના વચનોનો હિસાબ માંગવાની હિમંત દાખવે, કે ૧૩ વર્ષ પહેલા ભાવેણાની ભુમિમા આવીને જે સપના દેખાડ્યા હતા તેની શરુઆત પણ નથી થઈ.
મનહર પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, ભાવનગરની જહાગીર મિલમા ડાયમંડ પાકઁ ક્યારે જનતાને આપવામાં આવશે, એપરલ પાકઁ અને આઇટી પાકઁ કયારે, નારી ઉદ્યોગિક વસાહત ક્યારે, પ્લાસ્ટીક પાકઁ, શિપ બિલ્ડીંગ પાકઁ, ફુડ પાકઁ ક્યારે, વિરડી/ સરતાનપર સેન્ટ્રલ પોટઁને દરજજો ક્યારે, વલ્લભીપુર, ઘોઘા અને તળાજાને GIDC ક્યારે, ભાવનગરને મરિન યુનિ. ક્યારે, દાવો હતો નર્મદા યોજનામા કોઇ રોડા નાખતુ હતુ, કલ્પસર યોજનામા કોણ નાખે છે ? વાતો કરવામા ૨૫ વષઁ કાઢ્યા, શરુઆત ક્યારે, ભાવનગર પોટઁને આધુનિક પોટઁ મળશે ક્યારે, લોક ગેટની કાયાકલ્પ ક્યારે. ૧૩ વર્ષ પહેલા ભાવેણાની ભુમિમા આવીને જે સપના દેખાડ્યા હતા તેની શરુઆત પણ નથી થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.