નરેન્દ્ર મોદી અંબાણી અને અદાણીના માઈક્રોફોન છે : રાહુલ ગાંધી

Narendra Modi is Ambani and Adani's microphone: Rahul Gandhi

Published on: 6:26 pm, Tue, 15 October 19

હરિયાણા વિધાનસભાની ચૂંટણી નિમિત્તે નૂંહમાં એક ચૂંટણી સભાને સંબોધતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંબાણી અને અદાણીના લાઉડસ્પીકર છે. એ સદાય ટ્રમ્પ સાથે દેખાય છે.

રાહુલે કહ્યુ્ં કે નરેન્દ્ર મોદી શ્રીમંતોના મિત્ર છે. તમારા ગજવામાંથી પૈસા લઇને પોતાના શ્રીમંત દોસ્તોને વહેંચી દે છે. એમને ખેડૂતોની કોઇ ચિંતા નથી. નરેન્દ્ર મોદી સદા ટ્રમ્પ જેવા ધનાઢ્ય લોકો સાથે જોવા મળે. તમારી સાથે કદી જોવા નહીં મળે.

હરિયાણામાં 21મી ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે. 24મીએ એનાં પરિણામો જાહેર થશે. હરિયાણા વિધાનસભામાં 90 બેઠકો છે.

રાહુલે કહ્યું કે તમે જ્યારે જુઓ ત્યારે મોદી ઉદ્યોગપતિના પ્રવક્તા હોય એ રીતે એમની જ વાતો કર્યા કરતા હોય છે, હાઉડી મોદી કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે અમેરિકાની સભામાં મોદી ટ્રમ્પનો ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. ત્યાં પચાસ હજાર માણસો હાજર હતા એવો દાવો કરાય છે. આટલા બધા લોકોને કેવી રીતે ભેગા કર્યા હતા ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.