ખોડલધામને નરેશ પટેલે બનાવ્યું રાજકીય અખાડો: જાણો ભાજપમાંથી ક્યા બે ટ્રસ્ટી માટે ટીકીટ મંગાઈ?

ગુજરાત(Gujarat): તાજેતરમાં જ નરેશ પટેલ(Naresh Patel)લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો શરુ થઇ ગઈ છે. થોડા દિવસ પહેલાં રાજકોટ ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ ચાર્ટર પ્લેનમાં અમદાવાદ…

ગુજરાત(Gujarat): તાજેતરમાં જ નરેશ પટેલ(Naresh Patel)લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો શરુ થઇ ગઈ છે. થોડા દિવસ પહેલાં રાજકોટ ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ ચાર્ટર પ્લેનમાં અમદાવાદ આવતા એકવાર ફરી ગુજરાતનું રાજકારણમાં હલચલ તેજ બની છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયાં બાદ રાજયમાં ચુંટણીનો રંગ બરબરો જામ્યો છે.

અમદાવાદ અને રાજકોટની બેઠક હાઇ પ્રોફાઇલ બની
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ હાલ રાજ્યમાં ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. ઉમેદવારો ટીકીટો માટે પડાપડી કરી રહ્યાં છે. આ વચ્ચે રાજકોટની દક્ષિણ બેઠક અને અમદાવાદની બેઠક હાઇ પ્રોફાઇલ બની છે. આ બેઠક પર ખોડલધામના બે ટ્રસ્ટીઓની ટિકિટ માટે ખુદ નરેશ પટેલ મહેનત કરી રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ રાજકોટની દક્ષિણ બેઠક પર દાવેદારી કરી છે.

થોડા સમય પહેલાં જ નરેશ પટેલ અને રમેશ ટીલાળા વડાપ્રધાનને મળવા ગયા હતા. આ સાથે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બંનેએ મુલાકાત કરી હતી. જેથી રાજકારણ ગરમાયું છે. બીજી બાજુ હાલના ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાની માંગ ઉઠાવી છે.

આમ ખોડલધામના લોબીંગથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગોંડલમાં હાલ ગોંડલ જૂથના જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથના અનિરુદ્ધસિંહ જાડેજાએ ટિકિટની માંગણી કરી છે. ટિકિટ માટે બે ક્ષત્રીય જુથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદને સમાવવા માટે પાટીદાર નેતાને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચા ચાલતી હતી અને રમેશ ટીલાળાએ રાજકોટ માટે નહીં પણ ગોંડલની સીટ માટે લોબીગ શરૂ કર્યું છે,

તેની ચર્ચા ચાલી હતી. ત્યારે ગઇકાલે આ મામલે રમેશ ધડુકએ ફોડ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે રમેશ ટીલાળા ગોંડલથી નહિ ટિકિટ મળશે તો રાજકોટથી ચૂંટણી લડશે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં મોટું નામ છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ચેરમેન પણ છે. શાપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને ખેતીથી કરિયરની શરૂઆત કરનારા ટીલાળાએ આજે 7 ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે અને 1500 લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *