AAP અને કોંગ્રેસ તો ઠીક, પણ હવે ભાજપમાં જોડાશે પાટીદાર અગ્રણી નરેશ પટેલ?- આપ્યું ચોંકાવનારૂ નિવેદન

ગુજરાત(Gujarat): 2022ની રાજ્ય વિધાનસભાની ચૂંટણી(Assembly elections) માટે પાટીદાર નેતા નરેશ પટેલ(Naresh Patel)ને વિવિધ પક્ષો દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી(AAP)એ પણ નરેશ પટેલને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. આ બધા વચ્ચે નરેશ પટેલે આજે મોટુ નિવેદન આપ્યું છે કે મેં હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. હું સમાજને પૂછીને આ નિર્ણય લઈશ. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ(BJP)ના લોકો આવશે તો જોઈશું.

મે હજુ કોઈ પણ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી: નરેશ પટેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, સૂત્રોએ જણાવ્યું હતું કે નરેશ પટેલ તાજેતરમાં દિલ્હી ગયા હતા. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા છે. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની પૂર્વભૂમિકા લગભગ તૈયાર જણાઈ રહી છે, તેથી હોળી પછી કંઈક નવું અને જૂનું બહાર આવવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. દરમિયાન નરેશ પટેલે આજે કહ્યું હતું કે તેઓ ભાજપના લોકો આવશે તો જોઈશું તેવું કહેતા ગુજરાતનું રાજકારણમાં પુનઃ ગરમાવો આવી ગયો છે.

ભાજપના પાટીદાર કાર્ડને નબળું કરવા માટે કોંગ્રેસ ખોડલધામ નરેશને ડે.સીએમ કે સીએમના ચહેરા તરીકે જાહેર કરે તો પણ કોઈ શંકાને સ્થાન નહિ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ નરેશ પટેલે મીડિયા સમક્ષ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકારણ અંગે સમાજ મને આદેશ કરશે મારો સમાજ મને કેશે, હું સમાજને પૂછીને નિર્ણય કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *