ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham) મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાના આજ રોજ એટલે કે, 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ(Patotsav Virtual) યોજવામાં…

ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham) મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાના આજ રોજ એટલે કે, 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ(Patotsav Virtual) યોજવામાં આવ્યો છે. જ્યા ખોડલધામના ચેરમેન પ્રમુખ નરેશ પટેલે(Naresh Patel) સમાજના લોકોને સંબોધતા કહ્યું હતું કે, રાજકારણમાં આવવું કે નહીં તે આવનારા સમયનો પ્રશ્ન. જો મારો સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં ઝંપલાવીશ. બંને પક્ષો તરફથી સમાજને મહત્વ મળી રહ્યું છે. રાજકારણમાં દરેક સમાજ સાથે હોય તો જ રાજકારણ થઈ શકે. વધુમાં ઉમેરતા કહ્યું છે કે, વર્ષ 2011માં એક વિચાર આવ્યો હતો દરેક પરિવારને એક તાંતણે ભેગા કરવા છે. ત્યારે આજે ખોડલધામ ખાતે શક્તિ અને ભક્તિનો સંગમ થઈ રહ્યો છે.

આ પહેલા પણ નરેશ પટેલે રાજકારણમાં જવાના આપ્યા હતા સંકેત:
પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે મોટું અને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે પાટીદાર સમાજ નક્કી કરશે. રાજકીય નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, પાટીદાર સમાજના મુદ્દાને ધ્યાનમાં લઈને રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ.

વહેલી સવારે મંગળા આરતીમાં લીધો ભાગ:
આજ રોજ સવારે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે મા ખોડલનાં દર્શન કર્યાં હતાં. નરેશ પટેલે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં પણ ભાગ લીધો હતો. ખોડલધામમાં વહેલી સવારમાં જ મહાયજ્ઞ શરૂ કરી દેવામાં આવ્યો છે. મંદિરના પટાંગણને રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારી દે વામાં આવ્યું છે. સવારે 9 વાગે નરેશ પટેલ મહાઆરતી કરી હતી. તેમજ હાલ ખોડલધામ મંદિરની યજ્ઞ શાળામાં મહાયજ્ઞ શરૂ કરી દેવામાં આવ્યો છે.

વર્ચ્યુઅલ પાટોત્સવનું જીવંત પ્રસારણ નિહાળો:
રાજ્યમાં સમાજના લોકો દ્વારા શહેરની જુદી જુદી સોસાયટીઓ અને ગામેગામ 10 હજારથી વધારે LED સ્ક્રીન, ટીવી અને પ્રોજેક્ટર મૂકીને આ મહોત્સવના સાક્ષી બનશે અને વર્ચ્યુઅલ આ પાટોત્સવ નિહાળશે. આ સાથે અલગ અલગ ધાર્મિક ચેનલોમાં પણ વર્ચ્યુઅલ પાટોત્સવનું જીવંત પ્રસારણ શરુ છે. રાજ્યભરનાં ગામડાંમાં અને શહેરની સોસાયટીઓમાં દસ હજાર જેટલી LED સ્ક્રીન, ટીવી અને પ્રોજેકટર મૂકવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *