Narmada News: સુરતના પરિવાર સાથે મંગળવારે ગોઝારી દુર્ઘટના સર્જાય હતી. નાંદોદના પોઇચા ગામની નર્મદા નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના ચાર સભ્યો સહીત નવ લોકો અચાનક જ નદીમાં તણાઈ ગયા હતા. જેમાંથી બે વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અન્ય સાત લોકોની દુર્ઘટનાના 19 કલાક પછી પણ કોઇ ભાળ મળી ન હતી. જે બાદ અએ સવારે એક વ્યક્તિનો(Narmada News) મૃતદેહ મળી આવ્યો હતો. એટલે હજી પણ છ લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ડૂબેલા લોકોના પરિવારોમાં ભારે આક્રંદ છે અને તેઓનો આક્ષેપે છે કે, આ વિસ્તારમાં રેતી માફિયાઓએ મોટા મોટા ખાડા કરી દીધા છે. અહીં કોઈ ચેતવણીના બોર્ડ પણ મારવામાં આવ્યા નથી. જેના કારણે અમારે અમારા પરિવારના સભ્યોને ખોવાનો વારો આવ્યો છે.
ભૂમાફિયાઓના કારણે જ અમારા પરિવારના સભ્યો ગુમાવ્યા છે-પરિવારનો આક્ષેપ
ડૂબેલા લોકોના પરિવારજનોનો આક્ષેપ છે કે, ‘ભૂમાફિયાઓના કારણે અમારા પરિવારના સભ્યો ગુમાવ્યા છે. અહીંયા મોટો મોટા ખાડાને કારણે જ અમારા છોકરાઓ તેમા ગરકાવ થયા હોય તેમ લાગે છે. ભૂમાફિયાઓને કારણે જ આ મોટા મોટા ખાડા પડ્યા છે અને તેમના કારણે જ અમારે આ બધુ ભોગવવાનો વારો આવ્યો છે.’
તંત્રની પણ ઘોર બેદરકારી- પરીવાનો આક્ષેપ
ડૂબેલા લોકોના પરિવારના એક સભ્ય આર. આર. ઝિંઝાડાએ જણાવ્યુ છે કે, ‘અમારા પરિવારે છ સ્વજન ગુમાવ્યા છે. જે રેતીનું ખનન થઇ રહ્યુ છે. અહીં તંત્રએ મોટા મોટા બોર્ડ કે બેનર લગાવવા જોઇએ કે, આ વિસ્તાર પ્રતિબંધિત છે. તંત્રની ઘોર બેદરકારી છતી થાય છે. આ બાબતે તંત્રએ જાગૃત થઇને જે વિસ્તારમાં ડૂબવાની શક્યતા વધારે છે ત્યાં બોર્ડ મારવા જોઇએ તેવી વાલી તરીકે અમારી અપીલ છે.’
ડૂબેલા લોકોને કેમેરાની મદદથી શોધી રહી છે એનડીઆરએફની ટીમ
એનડીઆરએફના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, નદીમાં એક હજાર ફૂટ ઊંડાઈએ કામ કરી શકે તેવી વિઝીબિલિટીની ક્ષમતાવાળો કેમરાને નદીમાં ઉતારીને શોધખોળ હાથ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 17 લોકો પોઈચા નર્મદા નદી કિનારે નહાવા આવ્યા હતા.
મંગળવારે બપોરે 12 કલાકે ભરતભાઈ બલદાણીયા સહિત બીજા 8 વ્યક્તિ નર્મદામાં ન્હાવા ગયા હતા. પરિવારના સભ્યો ન્હાવાની મજા માણતા હતા ત્યારે ઉંડાણવાળી જગ્યાએ નવ સભ્યો અચાનક જ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. જેથી કાંઠે બેઠેલા પરિવારજનોએ બુમાબુમ કરી હતી. સ્થાનિક તરવૈયાઓએ બે વ્યક્તિને બચાવી લેવાયા હતા. ડૂબેલા વ્યક્તિઓમાં વરસલાહ મેવાભાઈ બલદાણીયા. (ઉ.વ. 45), આર્નવ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ. 12), મૈત્રક્ષ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ .15), વ્રજ હિંમતભાઈ બલદાણીયા (ઉ.વ.11), આર્યન રાજુભાઈ જીનીવા (ઉ.વ.7), ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉ.વ. 15), ભાવિક વલ્લભ ભાઈ હડીયા (ઉ.વ. 15)નો સમાવેશ થાય છે. જ્યારે મગનભાઈ નાનાભાઈ જીંજાળા અને કુસ્કી મગનભાઈ જીંજાળાનો બચાવ થયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App