મધ્ય ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા એક યુવકે જુલાઈ મહિનામાં આપઘાત કરી લીધો હતો. આ યુવક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવકે તેના ફોઈના દીકરા અને નવી મુંબઈ ખાલાપુરના સ્વામિનારાયણ ગુરુકુળ થતા આણંદ વલ્લભ વિદ્યાનગર ગુરુકુળના સ્વામી અમૃતજીવનદાસ સાથેની 17 લાખની લેતી-દેતી આપઘાત પાછળ કારણભૂત હોવાનો ખુલાસો થયો છે. આ ખુલાસો મૃતકની સુસાઈડ નોટના આધારે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પ્રવીણભાઈ પટેલ મૂળ સાબરકાંઠાના સિરોહીના મકાવલ ગામમાં રહેતા હતા ગામમાં રહીને તેઓ ખેતીકામ કરે છે. તેમનો મોટો પુત્ર જૈમીન તેની પત્ની દીપિકા સાથે નરોડામાં સ્વામીનારાયણ ફ્લેટમાં રહેતો હતો અને ઘરેથી જહાન હોલીડે સોલ્યુશન નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતો હતો. મૃતકના ઘરેથી સૂસાઈડ નોટની સાથે વિડીયો પણ મળી આવ્યા છે. જેના આધારે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગત તારીખ 14 જુલાઈના રોજ દીપિકાબહેન ઘરે હતા અને પતિ જૈમીન પણ ઘરે હતા. ત્યારે બપોરના સુમારે બેઠકરૂમમાં જૈમીનભાઈ કામ કરતા હતા. ત્યારે ઘંઊમાં નાંખવાની સેલફોસ નામની ટેબ્લેટ બાબતે દીપિકા બહેને પતિ જૈમીનભાઈને પૂછ્યું હતું. જોકે તે બાબતે તેઓએ જવાબ આપ્યો ન હતો. બાદમાં જૈમીનભાઈ બેભાન થઈ જતા તેઓને બાપુનગરની એક હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં બીજા જ દિવસે તેમનું મૃત્યુ થયું હતું. અંતિમવિધિ પુરી કરી પરિવાર નરોડા ખાતે આવ્યો ત્યારે જૈમીનભાઈની બેગમાંથી એક સ્યૂસાઇડ નોટ મળી હતી.
મૃતકના ફોઈનો દીકરો અને આ કેસનો આરોપી પિનાકીન પટેલ
‘અમૃતજીવનદાસ ફ્લાઇટ કી ટિકિટ મેરે સે કરતે થે, ઔર મેં ઉનસે પૈસે નહિં લેતા થા’
પરિવાર અંતિમવિધિ કરી ઘરે આવ્યો ત્યારે જૈમિનભાઈની બેગમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. આ સૂસાઈડનોટમાં જૈમિનભાઈએ લખ્યું છે કે, ‘મેં આત્મહત્યા ક્યોં કર રહા હું વો મેં પાપા આપકો બતાના ચાહતા હું, મુજે પાપા માફ કર દેના. મેરા ખુદ કા હિંમતનગર મેં ટ્રાવેલ્સ કા બિઝનેસ થા. મેરી ટ્રાવેલ કંપની કા નામ જહાન હોલિડે સોલ્યુશન થા. મેં મેરી ફઇ કે વહાં રહેતા થા ઔર ફઇ કે લડકે પિનાકીન પટેલ કે કારણ અમૃતજીવનદાસ સ્વામી કે સાથ મુલાકાત હુઈ થી. ઔર અમૃતજીવનદાસ કો મૈંને મેરે બિઝનેસ કે બારે મેં બતાયા થા. અમૃતજીવનદાસ ફ્લાઇટ કી ટિકિટ મેરે સે કરતે થે, ઔર મેં ઉનસે પૈસે નહિં લેતા થા. સ્વામિ ભગવાન કા રૂપ હોતે હૈ ઉનસે કયા પૈસે લેના ઐસા મેં સોચતા થા’
વધુમાં સૂસાઈડનોટમાં જૈમિનભાઈએ લખ્યું છે કે, બાદમે ઉન્હોને હરિભક્તો કો નેપાલ લે જાને કે લિયે મેરે સે બૂકીંગ કરવાયા ઔર મેને ક્વોટેશન 40 લાખકા દીયા થા. ઉન્હોને વો પાસ ભી કર દિયા થા. બાદમે ઉન્હોને 22.84 લાખ કા પેમેન્ટ કિયા. જો બાકી થાય વો પેમેન્ટ ગુજરાત આને કે બાદમે દેને કા ઉન્હોને બોલા થા. લેકિન મુજે આગે ભી દેના પડતા હે ઇસલિયે વો મંજુર નહિ થા. તબ અમૃતજીવનદાસજીને પીનાકીન દે દેગા એસા બોલા થા. બાદ મેં ટુર હુઈ ઔર મેરા પેમેન્ટ નહિ આયા થા. પીનાકીન કો પૂછા તો ઉસને મના કર દિયા કી ઉસકો અમૃતજીવનદાસને કુછ નહિ દિયા હે. લોગો સે ઈકઠે કરકે મેને કુછ વ્યવસ્થા કી ઔર મેં ડૂબ ગયા ફિર મેને બિઝનેસ બંધ કર દિયા ઔર મેં અહમેદાબાદ આકે જોબ શુરું કરને લગા. મેરી ફઈ કે એક લડકેને આત્મહત્યા કી થી, ઉસસે મેને કુછ પૈસે નહિ લિયે થે તબ ભી વો કેસ મેરે પે ચલ રહા હે. મેરા એક હી અનુરોધ હે કી. મેરે હક કા પૈસા મેરે મા બાપ કો મિલે તાકી મેરા કરજા ચુકાને કે લિયે સોના ગિરવી રખા થા વો છૂડા શકે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle