પ્રોસેસિંગ ફી માં છૂટ અને વ્યાજમાં રાહત, લોન ઉપર એસબીઆઇએ આપ્યા ઘણા ઓફર, જાણો કઈ રીતે મળશે લાભ

તહેવારની સીઝનમાં ક્રેડિટ ડિમાન્ડને વધારવા માટે ભારતીય સ્ટેટ બેન્કએ લોન ઉપર ઘણા પ્રકારના ઓફર આપ્યા છે. પ્રોસેસિંગ ફી મા છુટ સાથે જ દેશની સૌથી મોટી…

તહેવારની સીઝનમાં ક્રેડિટ ડિમાન્ડને વધારવા માટે ભારતીય સ્ટેટ બેન્કએ લોન ઉપર ઘણા પ્રકારના ઓફર આપ્યા છે. પ્રોસેસિંગ ફી મા છુટ સાથે જ દેશની સૌથી મોટી સરકારી બેન્ક હોમ લોનના વ્યાજ પર દસ બેઝિસ પોઇન્ટની છૂટ પણ આપી રહ્યું છે. ખાસ કરીને કાર લોન, પર્સનલ લોન અને ગોલ્ડ લોન  લોન ધારકો જો એસબીઆઇના યોનો એપથી આવેદન કરશે તો તેમને પ્રોસેસિંગ ફીમા છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત હોમ લોનના વ્યાજ પર પણ દસ બેઝિસ પોઇન્ટ ની છૂટ મળશે. દેશની સૌથી મોટી સરકારી બેંક ફક્ત ૭.૫ ટકાના દરે કાર લોન આપી રહ્યું છે. આટલું જ નહીં કેટલાક મોડલ પર બેંક તરફથી 100% ઓનરોડ ફાઇનાન્સની સુવિધા આપવામાં આવી રહી છે.

Sbi yono એપ દ્વારા આવેદન ઉપર છૂટ આપવાનો એક હેતુન એ પણ છે જેનાથી ગ્રાહકો વધુમાં વધુ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ટ્રાન્ઝેક્શન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે. જણાવી દઈએ કે કોરોના કાળમાં બેંક તરફથી લોન જાહેર કરવાની ઝડપમાં અછત આવી છે. જૂન ત્રિમાસિકમાં આરબીઆઇના રિટેલ લોનમાં 12.85 ટકાનો વધારો થયો છે. તેમજ કુલ લોન કારોબારમાં ૨૨ ટકાની ભાગીદારી રાખનાર હોમ લોનની માંગણી માં પણ ૧૦.૭૨ ટકાનો વધારો નોંધાયો છે.

જો ગ્રાહક એપ્રુવ પ્રોજેક્ટમાં ઘર ખરીદી રહ્યો છે તો હોમ લોન ઉપર પ્રોસેસિંગ ફીમા તેને સંપૂર્ણ રીતે છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહકોના ક્રેડિટ સ્કોરના આધારે બેંકમાં વ્યાજમાં 10 બેઝિસ પોઇન્ટની છૂટ પણ આપી રહ્યું છે. એટલું જ નહીં યોનો એપથી આવેદન કરવા પર પાંચ બેઝિસ પોઇન્ટની વધારાની છૂટ મેળવી શકાય છે. આ રીતે હોમલોનના ગ્રાહકો પાસે 0.15 ટકાની છૂટ મેળવવાનો અવસર છે.

હવે જો ગોલ્ડ લોનની વાત કરીએ તો ગ્રાહકોને ૭.૫ ટકા વ્યાજ પર 36 મહિના સુધીનો સમય મળશે. આ ઉપરાંત પર્સનલ લોન માં પણ બેંક ૯.૬ ટકાના દરે આપી રહી છે. જો કે કોઈપણ લોનમાં વ્યાજના નિર્ધારણમાં કર્જ ધારક નો ક્રેડિટ સ્કોર પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *