સમગ્ર દેશમાં સતત બાળકી અને યુવતીઓ ઉપર બળાત્કારના કેસ સામે આવતા રહે છે. જે એક શરમજનક વાત છે. તમે મોટા ભાગે બાળકી ઉપર રેપની ઘટના સાંભળી હશે પરંતુ આજે તો એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સર્જાયું હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં એક બાળક આ ઘટનાનો ભોગ બનીયો છે. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પિતા પોતાના 6 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કાર્ય કરતો હતો. આ વાતનો ખુલાસો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સતત ત્રણ મહિનાથી પુત્ર પિતાનો આ ત્રાસ સહન કરતો હતો.
મળતી માહિતી અનુસાર, પિતાની આવી હરકત અંગે તેણે પોતાની માતાને જાણ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. પત્નીએ નારોલ પોલીસ સ્ટેશનમાં પિતા સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે આ નરાધમ પિતાની ધરપકડ કરી છે. આ પરિવાર નારોલ વિસ્તારમાં રહે છે અને પિતા છૂટક મજૂરી કરીને ગુજરાત ચલાવે છે. પુત્ર જ્યારે ઘરમાં એકલો હોય ત્યારે એકલતાનો લાભ ઉઠાવી પિતા એની અડપલા કરતો હતો. આ ઉપરાંત એની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કામ પણ કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને ન કહેવા માટે પિતાએ પુત્રને ધમકી પણ આપી હતી.
છેલ્લા થોડા સમયથી પુત્ર ઘરમાં અશાંત રહેતો હતો. જેના કારણે માતાએ પ્રેમથી પૂછપરછ કરતા પુત્રએ પિતાની હરકત કહી હતી. આવી વાત સાંભળીને માતા પણ ચોંકી ગઈ હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે, નરાધમ બાપ નશાનો બંધાણી છે. નશાની હાલતમાં જ તે પુત્ર સાથે આવું કૃત્ય કરતો હતો. પોલીસે કાયદાકીય કાર્યવાહી કરીને પુત્રને મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, પિતાનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. પોલીસ આરોપીના રિમાન્ડ માટેની પણ માગ કરશે. પીડિતનું CRPC કલમ 164 અંતર્ગત નિવેદન પણ લેવામાં આવશે. સમાજમાં બદનામી થવાના ડરે આ ઘટના સમયસર પોલીસ સ્ટેશન સુધી પહોંચી ન હતી.
થોડા સમય પહેલા જ નરાધમ બાપ પુત્રને બાથરૂમાં લઈ જતો અને સૃષ્ટિ વિરૂદ્ધનું કામ કરતો હતો. પિતાની આ હરકતથી પુત્રએ બૂમબરાડા પાડતા માતા બાથરૂમ સુધી પહોંચી હતી. માતાએ આંખ સામેનું ચિત્ર જોતા એના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આમ પત્નીએ ગંદી હરકતા કરતા પતિને રંગેહાથ ઝડપી લીધો હતો. નારોલ પોલીસે કાયદાકીય પગલાં ભરીને પિતાની આકરી પૂછપરછ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, પિતા છૂટક મજૂરીની સાથે સિલાઈકામ કરવાનું કામ કરે છે. નશો કરીને તે દીકરા સાથે ગંદુ કામ કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news