વોશિંગ્ટન: અમેરિકન સ્પેસ એજન્સી NASA એ તાજેતરમાં મંગળ પરથી પહાડના નમૂનાઓ એકત્ર કર્યા છે. સ્પેસ એજન્સીએ શુક્રવારે કહ્યું કે, રોવરને કેટલાક સેમ્પલ મળી આવ્યા છે. NASAના જણાવ્યા અનુસાર, વૈજ્ઞાનિકોને પહાડમાંથી મળેલા નમૂનાઓ દર્શાવે છે કે, એક એવો પણ સમય હતો જ્યારે જિઝેરો ક્રેટર (Jezero Crater) પર જીવન માટે યોગ્ય વાતાવરણ અસ્તિત્વમાં હતું.
Jezero Crater ના નમૂનાઓ
સ્પેસ એજન્સીએ કહ્યું કે, આ કોર નમુના જ્વાળામુખીમાંથી નીકળતા લાવાથી બનેલી પહાડના સંકેત હોવાનું જાણવા મળી રહ્યું છે. તે બેસાલ્ટિક (Basaltic) છે, જેમાં સિલિકા ઓછી, પરંતુ આયર્ન અને મેગ્નેશિયમ વધુ છે. NASA એ તેના મિશન માટે જેઝેરો ક્રેટરને પસંદ કર્યું છે કારણ કે, સંશોધનમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, અહીં પાણી હતું. હવે નવા નમૂના દ્વારા તે જાણી શકે છે કે, આ પ્રાચીન તળાવ ક્યારે બન્યું અને ક્યારે અદ્રશ્ય થયું.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આનાથી અહીં જીવનની આશા પણ વધે છે. રોવર માટે લેવામાં આવેલા નમૂનાઓ અને જે ખડકોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા તે બંનેને જોતા, વૈજ્ઞાનિકો અનુમાન કરી રહ્યા છે કે, અહીં લાંબા સમયથી ભૂગર્ભ જળ રહ્યું હશે. મિશનના પ્રોગ્રામ વૈજ્ઞાનિક મિચ શુલ્ટે જણાવ્યું હતું કે, આ નમૂનાઓ દ્વારા ખડકોમાં રહેલું ખનિજોની માત્ર અને તેમની રચના સમયની પર્યાવરણીય પરિસ્થિતિઓ જાણી શકાય છે.
પહાડના નમૂનાઓમાં મળ્યું મીઠું
વૈજ્ઞાનિકોની ટીમના જણાવ્યા મુજબ, ખારા નમૂનાઓમાં આવા ક્ષાર મળી આવ્યા છે જે ભૂગર્ભ જળએ મૂળ ખનિજોને બદલ્યા ત્યારે રચાયા હશે. શક્ય છે કે, પાણી બાષ્પીભવન થયા બાદ મીઠું પાછળ રહી ગયું હશે. NASA ના અહેવાલ અનુસાર, મીઠામાં પાણી પણ હોઈ શકે છે. તેઓ ‘ટાઇમ કેપ્સ્યુલ્સ’ તરીકે પણ વાપરી શકાય છે. આ સાથે મંગળનું વાતાવરણ અને અહીં જીવનમાટે શક્ય છે કે નહી તે જાણી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.