યાત્રાળુઓથી ભરેલી આખી બસ કુવામાં સમાઈ ગઈ, 23ના મોત- જુઓ ભયંકર અકસ્માત

મહારાષ્ટ્ર રાજ્યના તીર્થધામ નાશિક શહેરમાં એક બસ અને ઓટો વચ્ચે ટક્કર થતાં બંને વાહનો નજીકમાં આવેલા એક કૂવામાં ખાબકી ગાયા હતાં. આ અકસ્માતમાં 23 વ્યક્તિનાં કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે દરેક લોકો જોને પણ ખુબ ચોંકી ગયા હતા.

આજે વહેલી સવારે પ્રાપ્ત થયેલી વિગત અનુસાર નવ વ્યક્તિનાં ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયાં હતાં અને બાકીના 11 સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. ઉતારુ બસ મોંભેર કૂવામાં ઊભી પડી હતી. પરિણામે બસમાં રહેલા ઉતારુઓ પાસે બહાર નીકળવાનો કોણ વિકલ્પ રહ્યો નહોતો. આ લખાતું હતું ત્યારે પણ નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફોર્સના જવાનો રાહત કાર્યમાં વ્યસ્ત હતા.

મૃતકોમાં ઓટો રિક્ષામાં પ્રવાસ કરી રહેલા એક પરિવારના સાત સભ્યોનો પણ સમાવેશ થયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મૃતકોને વારસદારોને રૂપિયા દસ લાખ અને ઇજાગ્રસ્તોને દરેકને પાંચ લાખના વળતરની જાહેરાત કરી હતી. 50 જેટલા યાત્રાળુઓથી ભરેલી આ બસ નાશિકથી ધૂળે તરફ જઇ રહી હતી.

બસ પોતાની રીતે જઇ રહી હતી ત્યારે અચાનક એક રિક્શા વચ્ચે આવી જતાં બંને વાહનો ટકરાયાં હતાં અને નજીકના કૂવામાં ગબડી પડ્યાં હતાં. લોકોની ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દોરડાની મદદથી બસના ઉતારુઓને બહાર નીકળવામાં સહાય કરી હતી. ઇજાગ્રસ્તોને નજીકની માલેગાંવ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ખરેખર કેવી રીતે થયો એની તપાસ પોલીસ કરી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *