સરકારી હોસ્ટેલ માં છોકરીઓ થઈ પ્રેગ્નન્ટ, ઓફિસરે કહ્યું ઘરે જઈને થઈ ગર્ભવતી

ઝારખંડમાં આવાસીય શાળામાં છોકરીઓના ગર્ભવતી થવાથી હડકંપ મચ્યો છે.કસ્તુરબા આવાસ સ્કૂલમાં વિદ્યાર્થીઓના ગર્ભવતી થવાના આવી રહેલા સતત મામલા ઉપર રાજ્યમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી તો તેણે ગજબનો તર્ક આપ્યો છે. ઓફિસર નું કહેવું છે કે આ વાસ સ્કૂલ બિલકુલ સુરક્ષિત છે.જ્યારે છોકરીઓ રજાઓ વિતાવી ઘરેથી શાળામાં પાછી આવે છે ત્યારે તે ગર્ભવતી થઈ ને આવે છે.

તસ્વીરો પ્રતીકાત્મક છે

ઝારખંડના ગઢવામાં કસ્તુરબા આવાસીય શાળામાં છોકરીઓના ગર્ભવતી થવાનો ચોંકાવનારો મામલો છેલ્લા એક મહિનાથી સતત સામે આવી રહ્યો છે. હમણાં મજીઆવ કસ્તુરબા સ્કૂલ માં વિદ્યાર્થિનીનો મા બનવા નો મામલો શાંત પણ નથી થયો ત્યાં જ કાંડી કસ્તુરબા આવાસીય વિદ્યાલય માં એક છોકરી નો ગર્ભવતી થવાનો મામલો સામે આવતાં હડકંપ મચી ગયો છે.

આ વિષયમાં શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ એ પી સિંહ વિચિત્ર કારણ જણાવ્યું. તેનું કહેવું છે કે આવાસીય વિદ્યાલય નું કેમ્પસ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે પરંતુ છોકરીઓ રજાઓમાં ઘરે પણ જાય છે. એવામાં બહાર કોઈની પ્રાઈવેસી માં પ્રશાસન કેવી રીતે હસ્તક્ષેપ કરી શકે છે.

આમાં એક જવાબદાર અધિકારી ના નિવેદનથી એવું લાગે છે કે આવાસીય શાળાઓમાં વિદ્યાર્થીઓ એટલા માટે ગર્ભવતી થઈ રહી છે કેમકે તે રજાઓમાં પોતાના ઘરે જાય છે, અને ત્યાંથી જ ગર્ભવતી થઈ સ્કૂલમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *