પાકિસ્તાનમાં કેટલા મંદિરો છે તે વિશે કંઈ કહી શકાય નહીં. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પાકિસ્તાનમાં ખોવાયેલા પ્રાચીન મંદિરો શોધી રહ્યો છે. ચાલો આપણે જાણીએ કે આ કાર્યની જવાબદારી કોણે લીધી છે તે વ્યક્તિ કોણ છે.
આ વ્યક્તિનું નામ નસરુલ્લાહ અબ્બાસી છે, જે સો વર્ષો જુના મંદિરોની શોધમાં રોકાયેલ છે. આ મંદિરો શોધવા તે સ્થાનિક લોકોની મદદ લઈ રહ્યો છે. જણાવી દઈએ કે, તે પંજાબના બલવાન શહેરનો છે.
નસરૂલ્લાહ અબ્બાસી અને તેનો કેમેરા ઘણા વર્ષોથી પાકિસ્તાનના પ્રાચીન મંદિરો શોધી રહ્યા છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું, “મને નાનપણથી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાનું પસંદ હતું. આવા સ્થળો મને આકર્ષિત કરે છે.”
મને શરૂઆતથી ઇતિહાસમાં ખૂબ જ રસ હતો, તેથી ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી લીધી.
નસરૂલ્લાહ ઘણા વર્ષોથી જૂના વૈદિક ખંડેરોની શોધ કરી રહ્યો છે. તેમણે કહ્યું, “આ સ્થાનોના રસ્તાઓ શોધવાનું મુશ્કેલ કાર્ય છે.”
નસરુલ્લાહના કહેવા મુજબ આ માર્ગો એકદમ મુશ્કેલ છે અને તેમને કલાકો સુધી ટ્રેક કરવાનો રહે છે. ભૂખ અને તરસને પણ સહન કરવી પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news