ઉતરાખંડ ના ઉત્તર કાશી જિલ્લામાં આવેલ 16 ગામમાં પાછળના 6 મહિનાથી એક પણ બાળકીએ જન્મ લીધો નથી. અધિકારીઓ દ્વારા આ વાતને લઈને શંકા કરવામાં આવી છે કે, દવાખાના અને અન્ય ચિકિત્સા સેન્ટરો પર પ્રવિણ લુણીની ઓળખાણ કરવા ટેસ્ટ કરવામાં આવતા નહી હોય ને. જેની વચ્ચે ઉત્તરકાશી ના અન્ય ગામોમાં પણ બાળકીનો જન્મ ન થયો હોવાના કારણે મુખ્યમંત્રી દેવેન્દ્ર સિંહ રાવત નું કહેવું છે કે, આ આંકડાઓ નિશ્ચિતરૂપે ગભરાવે તેવા છે. અધિકારીઓ દ્વારા આ ઘટનાની જાણકારી લેવા માટે કહેવામાં આવ્યુ છે.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી રેખા આર્ય નું પણ કહેવું છે કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. જેની જાણકારી મેળવી ખૂબ જ જરૂરી છે. આવી રીતે બની જ ના શકે. પરંતુ આ ઘટના કઇ રીતે બની તે જણાતુ નથી. ઉત્તરકાશી ના જિલ્લા અધિકારી આશીષ ચૌહાણ દ્વારા જણાવાયું કે, ઉત્તરકાશી મા આવેલ 16 જિલ્લામાં પાછળ ના 6 મહિનાથી 65 બાળકોનો જન્મ થયો છે. પરંતુ તેમાંથી એક પણ છોકરી જોવા મળી નથી. અહીંયા આપણે બેટી બચાવો,બેટીપઢાવો અભિયાનનો વિરોધ કરી રહ્યા છે.
જ્યારે અન્ય 66 જિલ્લાઓમાં પણ છોકરાઓ ની સંખ્યા ની સામે છોકરીઓની સંખ્યા નહિવત જોવા મળી રહી છે. જિલ્લા અધિકારીઓ નું કહેવું છે કે દરેક ગામોના સર્વેક્ષણ કરવાની જરૂર છે. જિલ્લા સ્તરીય અધિકારીઓ દ્વારા એક ટીમ સંગઠન કરવામાં આવી છે. જો કોઇ હોસ્પિટલ કે ચિકિત્સા સેન્ટરો ઉપર ભ્રુણ લિંગને ઓળખાણ કરવામાં આવતી હોય તો તેને બંધ કરવા માટે જણાવવામાં આવ્યો છે.
તેઓએ જણાવ્યું છે કે તદુપરાંત અન્ય ચિકિત્સા વિભાગમાં પણ શોધ કરવી જરૂરી છે. ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લામાં આવેલ ૧૬ ગામમાં પાછળ ના 6 મહિનાથી 935 ડિલિવરી કરવામાં આવી છે.
પરંતુ માત્ર તેમાં 143 બાળકીઓનો જ જન્મ થયો છે. તેવા આંકડાઓ જણાવવામાં આવ્યા છે. જે ખૂબજ ઓછા માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.