હવે WhatsApp પણ તમને મોકલી શકે છે જેલ, જાણો નહીતર…

વોટ્સએપ એ તેના પ્લેટફોર્મ દ્વારા ફેક ન્યૂઝ પર લગામ કસવા માટે એક નવું પગલું લીધું છે. વોટ્સએપ હવે એવા વપરાશકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે જે…

વોટ્સએપ એ તેના પ્લેટફોર્મ દ્વારા ફેક ન્યૂઝ પર લગામ કસવા માટે એક નવું પગલું લીધું છે. વોટ્સએપ હવે એવા વપરાશકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે જે ઘણા સંદેશ મોકલશે જેમ કે બલ્ક મેસેજિંગ અથવા ઓટોમેટેડ મેસેજિંગ.

કંપનીએ એક અપડેટ માં જણાવ્યું છે. વોટ્સએપ વપરાશકર્તાઓ તેમના સેવા શરતોનું ઉલ્લંઘન કરનારા પર પ્રતિબંધ લાવી શકે છે. આવી પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓ અથવા કંપનીઓએ 7 ડીસેમ્બર થી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

આ અમારી પ્લેટફોર્મની બહાર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. તેમ છતાં, ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજિંગ અથવા બિન-વ્યક્તિગત ઉપયોગ જેવી સેવાની શરતોનું ઉલ્લંઘન કરનારા દુરુપયોગમાં રોકાયેલા અથવા દુરુપયોગમાં સહાયતા કરનારા લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.

જોકે, કંપનીએ ક્યા પ્રકારની કાનૂની કાર્યવાહી કરી શકે તે સ્પષ્ટ કર્યું નથી. વોટ્સએપે સ્પષ્ટપણે જોયુ કે તેના ઉત્પાદનો જથ્થાબંધ અથવા સ્વયંચાલીત સંદેશા માટે નથી અને તેની સેવાની શરતો વિરુદ્ધ છે. થોડા મહિનાઓ પહેલા રિપોર્ટર્સ સતર્ક કે લોકોસભા ચૂંટણી દરમિયાન વોટ્સઅપનો ઉપયોગ ક્લોઝ ક્લોન એપ્લિકેશન્સ દ્વારા અને 14 ડોલરના સોફ્ટવેર ટુલ દ્વારા કરવામાં આવ્યો હતો જે વપરાશકર્તાઓને બલ્ક મેસેજ મોકલવાની મંજૂરી આપી છે. બનાવટી અહેવાલો અને વોટ્સએપ પર ફેલાયેલી ખોટી માહિતી ને કારણે કંપનીને ભારત સરકાર દ્વારા વોરર્નિંગ પર મૂકવામાં આવી છે.

વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ તેમના પ્લેટફોર્મનો દુરુપયોગ કરતા એકાઉન્ટને ઓળખવાના પણ પ્રયતનો કર્યા છે. કંપની દર મહિને વૈશ્વિક ધોરણે 20 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી રહી છે. 200 મિલિયનથી વધુ વપરાશ કર્તાઓ સાથે, ભારત વોટ્સએપ માટે મુખ્ય બજાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *