PM મોદીની હત્યાનું “મહાષડયંત્ર” -જાણો કોણે આપી ગૃહ મંત્રાલયને આ જાણકારી

કેન્દ્રીય તપાસ એજન્સી (NIA) એ 8 મી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને (Home Minister Office of India) એક ઈ-મેલ લખીને એક મહત્વપૂર્ણ માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની હત્યાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે, તેથી આ કેસની માહિતી મળ્યા પછી તે મેલ ગૃહ મંત્રાલયે ગુપ્તચર એજન્સીઓ સહિતની તપાસ એજન્સીઓને શેર કરી હતી અને આ ઘટનામાં તકેદારી રાખવા જાણ કરવામાં આવી હતી.

ખરેખર NIAને આ માહિતી મેલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જોકે, આ મેલ કોણે મોકલ્યો છે અને તે વડા પ્રધાન મોદીને કેમ નિશાન બનાવવા માંગે છે તે અંગેની આ મેલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. માનવામાં આવે છે કે, આ કૃત્ય કટ્ટરવાદી સંગઠન અથવા જેહાદી સંગઠનનું છે. તપાસ એજન્સીએ આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

શું લખ્યું હતું એનઆઈએને મોકલેલા મેલમાં?
વડા પ્રધાન મોદી વિરુદ્ધ એનઆઈએને લખેલા મેઇલના ત્રણ શબ્દો છે – “કિલ નરેન્દ્ર મોદી”, આ મેલ એનઆઈએને Ylalwani@12345@gmail.com નામના મેઇલ આઈડીથી મોકલવામાં આવ્યો હતો. જે આઈપી સરનામાંથી તેને મેઇલ કરવામાં આવ્યા છે, એનઆઈએની ટીમ તેની તપાસ કરી રહી છે. આ કેસમાં એનઆઈએના સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે, આરોપીએ એનઆઇએને info.mum.nia@gov.in પર એક મેઇલ મોકલ્યો હતો, જે 8 ઓગસ્ટ 2020 શનિવારે લગભગ 1 વાગ્યે 31 મીનીટે અને 06 સેકન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

SPG ને કરવામાં આવ્યા એલર્ટ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઈએના આ તકેદારી મેલ દ્વારા વડા પ્રધાનની સુરક્ષા હેઠળ તૈનાત એસપીજી (SPG) ને પણ એલર્ટ કરી દીધું છે અને એનઆઈએ સહિતની તપાસ એજન્સી આ કેસની તપાસ કરી રહી છે. જોકે, તપાસના પ્રારંભિક તબક્કામાં એનઆઈએની ટીમ તે મેઇલ મોકલતા અસામાજિક તત્વો પર નજર રાખી રહી છે. આ ઘટનાની ગંભીરતા અને નક્કર માહિતી મળ્યા બાદ તેની સામે મોટી કાર્યવાહી હાથ ધરીને તેની કોઈપણ સમયે ધરપકડ કરવામાં આવશે.

પીએમ મોદીની સુરક્ષામાં થયો વધારો 
પ્રાપ્ત માહિતી અનુસાર, વડા પ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થામાં છેલ્લા કેટલાક દિવસોમાં પહેલા કરતા વધારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *