એક સમયે મહિલાઓની અછત સહન કરી ચૂકેલા દેશ માટે એક મોટા સમાચાર છે. દેશમાં પહેલીવાર પુરુષોની સરખામણીએ મહિલાઓની વસ્તી વધી છે. હવે દર 1,000 પુરુષોએ 1,020 સ્ત્રીઓ છે. આઝાદી પછી પણ આ પ્રથમ વખત છે જ્યારે પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી 1000થી વધુ થઈ છે. એટલું જ નહીં દેશમાં પ્રજનન દર પણ નીચે આવ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ(National Family Health) સર્વે-5માં આ આંકડો સામે આવ્યો છે. અગાઉ 2015-16માં કરાયેલા સર્વેમાં આ આંકડો દર 1,000 પુરુષોએ 991 મહિલાઓનો હતો.
જન્મ સમયે પ્રજનન આંકમાં પણ સુધારો થયો છે. 2015-16માં દર 1000 બાળકો દીઠ 919 છોકરીઓ હતી, જે 2019-21માં વધીને 1000 બાળકો દીઠ 929 છોકરીઓ થઈ ગઈ છે. સર્વેમાં બીજી મોટી વાત સામે આવી છે કે પ્રજનન દરમાં મહિલા દીઠ બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે. સર્વે અનુસાર, સરેરાશ, એક મહિલાને હવે માત્ર બે જ બાળકો છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણો કરતા ઓછા છે. જો કે નવી વસ્તી ગણતરી બાદ જ તેની પુષ્ટિ થશે.
પ્રજનન આંકમાં સુધારો શહેરો કરતાં ગામડાઓમાં સારો છે:
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા પણ બહાર આવ્યા છે કે, શહેરોની સરખામણીએ ગામડાઓમાં પ્રજનન આંકમાં સુધારો સારો રહ્યો છે. ગામડાઓમાં દર 1,000 પુરુષોએ 1,037 સ્ત્રીઓ છે, જ્યારે શહેરોમાં 985 સ્ત્રીઓ છે. છેલ્લા સર્વેમાં પણ આ જ વાત બહાર આવી હતી. તે સર્વે અનુસાર, ગામડાઓમાં 1,000 પુરૂષો દીઠ 1,009 સ્ત્રીઓ અને શહેરોમાં 956 સ્ત્રીઓ હતી.
23 રાજ્યોમાં વધુ મહિલાઓની વસ્તી:
દેશમાં 23 રાજ્યો એવા છે જ્યાં દર 1000 પુરૂષો પર મહિલાઓની વસ્તી 1,000થી વધુ છે. ઉત્તર પ્રદેશમાં દર હજાર પુરુષોએ 1017 સ્ત્રીઓ, બિહારમાં 1090, દિલ્હીમાં 913, મધ્યપ્રદેશમાં 970, રાજસ્થાનમાં 1009, છત્તીસગઢમાં 1015, મહારાષ્ટ્રમાં 966, પંજાબમાં 938, હરિયાણામાં 926, જમ્હારમાં 1050 સ્ત્રીઓ છે.
આઝાદી બાદ પ્રજનન આંક બગડ્યો:
1901 માં પ્રજનન આંક દર હજાર પુરુષોએ 972 સ્ત્રીઓ હતો, પરંતુ આઝાદી પછી આ સંખ્યામાં ઘટાડો થયો. 1951માં, આ આંકડો ઘટીને 946 સ્ત્રીઓ પ્રતિ 1000 પુરુષો પર આવી ગયો. 1971માં તે વધુ ઘટીને 930 પર આવી ગયું. 2011ની વસ્તીગણતરી મુજબ, આ આંકડો થોડો સુધર્યો અને પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓની વસ્તી 940 સુધી પહોંચી.
છોકરા માટે ઇચ્છાનો અભાવ નથી:
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, બાળકોના જન્મનો પ્રજનન આંક હજુ પણ 929 છે એટલે કે હજુ પણ લોકોમાં છોકરાઓની ઈચ્છા વધુ છે. દર હજાર નવજાત જન્મે છોકરીઓની સંખ્યા માત્ર 929 છે. જોકે, આકરાં પગલાં બાદ પ્રજનન આંક ઘટાડો થયો છે અને ભ્રૂણહત્યામાં ઘટાડો થયો છે. બીજી તરફ, સ્ત્રીઓ પુરૂષો કરતાં લાંબુ જીવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.