કુદરતનો હાહાકાર: ભારે વરસાદના પાણીમાં તણાતા પ્રખ્યાત સિંગર સહીત 6 લોકોના થયા મોત

ઉતરાખંડ રાજ્યમાં ધર્મશાળામાં ભારે વરસાદ પડવાને કારણે અને વાદળ ફાટ્યા બાદ ગુમ થયેલ સુફી ગાયક મનમીતસિંહનો મૃતદેહ મળી આવ્યો છે. મનમીતસિંહના મોતના સમાચારથી પરિવાર અને ચાહકો ચોંકી ઉઠ્યા છે અને ‘સૈન બ્રધર્સ’ની જોડી પણ સંગીતની દુનિયામાં તૂટી ગઈ છે. મનમીતસિંહ પંજાબના અમૃતસરના રહેવાસી છે. ‘દુનિયાદારી’ ગીતથી તેમણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. મંગળવારે મોડી સાંજે મનમીતની લાશ કાંગરાના કારેરી તળાવ પાસેના ખાડામાંથી મળી આવી હતી.

સોમવારે ધર્મશાળામાં વાદળ ફાટ્યા બાદ મનમીતસિંહ ગુમ થયા હતા. પોલીસ અને બચાવ ટીમના જવાનો સતત તેમની શોધખોળ કરી રહ્યા હતા. મનમીતસિંહનાં મોતનાં સમાચાર આવતાની સાથે જ અમૃતસરનાં તેના વતન પૈતૃક ગામમાં માતમનું વાતાવરણ છવાઈ ગયું છે. એવું કહેવામાં આવે છે કે મનમીત સિંહ તેના ભાઈ કર્ણપાલ અને કેટલાક મિત્રો સાથે શનિવારે ધર્મશાળા પહોચ્યા હતા.

રવિવારે દરેક લોકો ધર્મશાળાથી કારેરી તળાવ તરફ ગયા હતા. રાત્રે વરસાદ શરૂ થયો ત્યારે બધા ત્યાં રોકાઈ ગયા હતા. આવી સ્થિતિમાં તે સોમવારે સવારે પરત ફરવા લાગ્યા ત્યારે મનમીત સિંહ ખાડાને પાર કરતી વખતે પાણીમાં તણાઈ ગયા હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિક શોધખોળ શરુ કરી દેવામાં આવી હતી.

કારેરી ગામે મોબાઈલ સિગ્નલ ન હોવાને કારણે ગામલોકોની મદદથી મનમીતસિંહને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને સ્થાનિક તંત્રનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. એસપી કાંગરા વિમુક્ત રંજનએ જણાવ્યું હતું કે મનમીત સિંહ કારેરી તળાવ નજીક ગુમ થયાની જાણ કરાઈ હતી. આ પછી બચાવ ટીમ બનાવવામાં આવી હતી અને મનમીત સિંહને શોધવાની કોશિશ કરવામાં આવી રહી છે. મંગળવારે સાંજે બચાવ ટીમે મનમીતસિંહની લાશ ખાડામાંથી મળી આવી હતી. બચાવ ટીમ દ્વારા લાશને ધર્મશાળામાં લાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *