યુક્રેનમાં માર્યા ગયેલા નવીનના પિતાએ પુત્રના મૃતદેહને જોઇને લીધો એવો નિર્ણય કે, સૌ લોકો થઈ ગયા ભાવુક

યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 26મો દિવસ છે. આ હુમલામાં માર્યા ગયેલા વિદ્યાર્થી નવીન શેખરપ્પા(Naveen Shekharappa)નો મૃતદેહ ઘણા દિવસોની રાહ જોયા બાદ આખરે તેના દેશ ભારત પહોંચ્યો છે. નવીનને શ્રદ્ધાંજલિ આપતી વખતે, કર્ણાટક(Karnataka)ના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ(Basavaraj Bommai)એ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, જ્યારે આ દુઃખની ઘડીમાં નવીનના પિતાએ તેમનો આભાર વ્યક્ત કરતા મોટી જાહેરાત કરી.

પુત્રના શરીરનું દાન કર્યું:
નવીનના પિતાએ કહ્યું કે,”તેઓ ધાર્મિક વિધિઓ પછી તેના શરીરને ખાનગી મેડિકલ કોલેજમાં દાન કરશે” તમને જણાવી દઈએ કે નવીન 1 માર્ચના રોજ ખાર્કિવ શહેરમાં રશિયન સેનાના ગોળીબારમાં માર્યો ગયો હતો. નવીનના નાના ભાઈ હર્ષ શેખરપ્પાએ મૃતદેહને કર્ણાટક લાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. એરપોર્ટ પર હાજર તેમના સંબંધીઓ અને ગ્રામજનોએ મુખ્યમંત્રી બોમાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

મૃતદેહ કિવ મેડિકલ કોલેજમાં હતો:
કર્ણાટકના વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા નોડલ અધિકારી મનોજ રાજને જણાવ્યું હતું કે કર્ણાટકના 572 વિદ્યાર્થીઓને યુક્રેનથી પાછા લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે માનવતાના ધોરણે અધિકારીઓને વિનંતી કરવામાં આવ્યા બાદ મૃતદેહને કિવ મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યો હતો. મૃતદેહને કિવથી વોર્સો (પોલેન્ડ) લાવવામાં આવ્યો હતો અને દુબઈ થઈને બેંગલુરુ એરપોર્ટ પહોંચ્યો હતો. નવીનનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. હાવેરી જિલ્લાના તેમના ગામ સુધી પહોંચવા માટે સરકારે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે.

શિક્ષણ વ્યવસ્થામાં ફેરફારની માંગ
એરપોર્ટ પર હાજર કોંગ્રેસના એમએલસી સલીમ અહેમદે કહ્યું કે તેઓ પાર્ટી વતી નવીનને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે. તેમણે શિક્ષણ પ્રણાલીમાં ફેરફારની માંગ કરી અને કહ્યું કે હજારો વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેશની બહાર જવાની ફરજ પડી રહી છે. નવીનને 96 ટકા માર્ક્સ મળ્યા પછી પણ અહીં એમબીબીએસની સીટ મળી ન હતી. તેમણે કહ્યું કે NEETમાં ઘણી ખામીઓ છે અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે. રાજ્યના વિદ્યાર્થીઓને અન્યાય ન થવો જોઈએ. તેમને ભણવાની તક મળવી જોઈએ. સરકારે આ મુદ્દાને પ્રાથમિકતા આપીને હલ કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *