લે આલે! મુંબઈમાં લાખો રૂપિયાનું સોનું ચોરતા પકડાયા ઉંદરો- વિશ્વાસ ન આવે તો જોઈ લો CCTV વિડીયો

મુંબઈ(Mumbai) પોલીસને ગોકુલધામ કોલોની(Gokuldham Colony)ના ગટરમાંથી 10 તોલા સોનું મળી આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ સોનું ચોરો નહીં પરંતુ ઉંદરો લઈ ગયા…

મુંબઈ(Mumbai) પોલીસને ગોકુલધામ કોલોની(Gokuldham Colony)ના ગટરમાંથી 10 તોલા સોનું મળી આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ સોનું ચોરો નહીં પરંતુ ઉંદરો લઈ ગયા હતા. ખરેખર, એક મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી કે તેની સોનાના દાગીનાની થેલી ખોવાઈ ગઈ છે. પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો જાણવા મળ્યું કે ઉંદરો દાગીનાની થેલીઓ ગટરમાં લઈ જઈ રહ્યા છે.

મામલો મુંબઈના દિંડોશી વિસ્તારની પાસે સ્થિત ગોકુલધામ કોલોનીનો છે. અહી રહેતી સુંદરી પ્લાનીબેલ તેની પુત્રીના લગ્ન માટે લીધેલી લોન ભરપાઈ કરવા માટે દાગીના બેંકમાં ગીરવે મુકવા જઈ રહ્યા હતા. રસ્તામાં સુંદરીએ કેટલાક ભૂખ્યા બાળકો જોયા. મહિલાએ તેની બેગમાંથી ફૂડ પેકેટ કાઢ્યું, બાળકોમાં વહેંચ્યું અને બેંક તરફ રવાના થઈ.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જ્યારે સુંદરી બેંક પહોંચી તો તેને ખબર પડી કે તેણે બાળકોને ભોજનના પેકેજને બદલે 10 તોલા સોનાના દાગીનાની થેલી આપી હતી. સ્ત્રી તે જ જગ્યાએ પાછી આવી જ્યાં તેણે બાળકોને ભોજન આપ્યું હતું, પરંતુ બાળકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ સુંદરી પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર મામલો પોલીસને જણાવ્યો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે વિસ્તારના સીસીટીવી જોવાનું શરૂ કર્યું.

સ્થળ પર લાગેલા સીસીટીવીમાં ખુલાસો થયો કે સુંદરીએ બાળકોને આપેલી બેગને કચરો સમજીને ડસ્ટબીનમાં ફેંકી દેવામાં આવી હતી. ત્યારે ડસ્ટબીનમાંથી કેટલાક ઉંદરો ખોરાકની શોધમાં આવ્યા હતા અને દાગીનાની થેલી લઈને ગટરમાં ગયા હતા. પોલીસ ટીમને ગટર પાસે લાવી હતી અને ત્યાંથી દાગીનાની થેલી કબજે કરી હતી. પોલીસે દાગીનાની થેલી સુંદરીને પરત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *