નવરાત્રીથી લઈને લગ્ન અને દિવાળીના તહેવારોના આવ્યા સૌથી મોટા સમાચાર – સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન્સ  

છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય હતો કે, રાજ્ય સરકાર નવરાત્રીનું આયોજન કરવા માટે પરવાનગી આપશે કે નહીં? જો કે, આજે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં.

નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી તેમજ મૂર્તિની સ્થાપના તથા પૂજા-આરતી કરી શકાશે પણ ફોટા અથવા તો મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ કરી શકાશે નહી. સરકારે કોરોના સંક્રમણની પરીસ્થિતિને ધ્યાનમાં રાખી નવરાત્રીમાં ગરબા, દશેરા, બેસતા વર્ષ સહિત કેટલાક તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો અમલ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે.

દશેરા, દુર્ગાપૂજા, દિવાળીની ઉજવણી પર પ્રતિબંધ :
દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ-નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈબીજ-શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યોની સાથે કરવા સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી કરવાં માટે સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વ પરવાનગી જરૂરી છે.

મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે, જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય એના પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓનો ભંગ કરનાર એટલે કે, સ્થળ-સંચાલક, આયોજકની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થાય એનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.

સરકારે બહાર પાડી ગાઇડલાઇન્સ :
આ નિર્ણય પ્રમાણે નવરાત્રી વખતે રાજ્યમાં કોઈપણ જગ્યાએ ગરબાનું જાહેર આયોજન કરી શકાશે નહીં એટલે કે રાજ્યમાં જાહેર અથવા તો શેરીમાં ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબાનું આયોજન કરી શકાશે નહીં.

નવરાત્રી વખતે જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી અથવા તો મૂર્તિની સ્થાપના તથા પૂજા-આરતી કરી શકાશે પણ ફોટા અથવા તો મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ કરી શકાશે નહી. આની માટે સ્થાનિક વહીવટીતંત્રની પરવાનગી લેવી પડશે.

કુલ 200થી વધારે લોકો એકત્ર થઈ શકશે નહીં તથા આ કાર્યક્રમનો સમય માત્ર 1 કલાકનો જ રહેશે. બધા જ SOPનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે.

કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય અન્ય વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહનાં આયોજનમાં પણ અમુક ચોક્ક્સ શરતોને આધીન મંજુરી આપવામાં આવશે.

કુલ 6 ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ તથા એની માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ વખતે ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.

થર્મલ સ્કેનર, સેનિટાઇઝરની સાથે ઓકસી મીટરની વ્યવસ્થા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાનાં રહેશે.

હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામ લોકોએ ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. સમારંભ વખતે થૂંકવા તથા પાન-મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

કુલ 65થી વધારે વયના વયસ્ક નાગરિકો, કુલ 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તથા બીજી બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે એ વધુ હિતાવહ છે.

જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ અથવા તો બીજા બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના કુલ 50% અથવા તો વધારેમાં વધારે કુલ 200 વ્યક્તિની મર્યાદામાં જ આયોજન કરી શકાશે.

લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં કુલ 100 વ્યક્તિ ભાગ લઈ શકશે. મૃત્યુ પછીની અંતિમક્રિયા અથવા તો ધાર્મિક વિધિમાં મહત્તમ કુલ 100 લોકોની મર્યાદા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *