નવસારી અન્નકૂટ મહોત્સવ: કોરોના બાદ પહેલી વખત છૂટ સાથે સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ મહોત્સવ યોજાયો, 350 થી વધુ વાનગીઓ ભોગ ધરાવાઈ હતી.અનેક હરીભક્તોએ દર્શન કર્યા.
2019માં નવસારીના હાઈવે ને અડીને આવેલા જૂના સ્વામીનારાયણ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ખાસ પ્રકારના આરસપહાણ ના પથ્થર માંથી બનેલું આ મંદિર બેનમૂન કારીગરી ધરાવે છે. BAPS ના સર્વેસર્વા પ્રમુખસ્વામીના સ્વપ્ન સમાન આ ભવ્ય મંદિરનું લોકાર્પણ તેમના ધામમાં ગયા બાદ અનુગામી મહંત સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારથી અત્યાર સુધી આ ભવ્ય મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
કોરોના કાળ અને લોકડાઉન બાદ પ્રથમ વખત આ મંદિરમાં મોટો અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. જેમાં ભગવાન ને 350 થી વધુ વાનગીઓ ભગવાન ને ભોગ ધરાવવામાં આવી હતી.જેમાં સંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો અને રાજકારણીઓએ ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો.
મૂળ નવસારીના અને GPSC બોર્ડ ના સભ્ય દિનેશ દાસા એ વહેલી સવારે મંદિર પહોંચીને દર્શનનો લાભ લીધો હતો. સાથે જ ધારાસભ્ય પિયુષ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ,અશોક ધોરજીયા સહિત રાજકારીઓ એ પણ આરતી કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી.
નવસારી BAPS મંદિર ના સંત પુરુષોત્તમ ચરણ સ્વામીએ જણાવ્યું હતું કે અન્નકૂટમાં આશરે 350 જેટલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં સ્વયંસેવકો અને હરિભક્તોએ અથાગ મહેનત કરીને અન્નકૂતને ભવ્ય અને આકર્ષિત બનાવ્યું હતું.નવા વર્ષે મોટાભાગે લોકો મંદિરોના દર્શન કરીને વર્ષ ની શુભ શરૂઆત કરતા હોય છે ત્યારે ગ્રીડ સ્થિત સ્વામિનારાયણ મંદિર માં મોટી સઁખ્યામાં હરિભક્તો જોવા મળ્યા હતા.
જયારે BAPS સ્વામીનારાયણ સંપ્રદાય ના ભક્ત સેજલ પટેલ એ જણાવ્યું કે જ્યારથી મંદિર બન્યું ત્યારપછી લોકડાઉન લાગી ગયું હતું. જેના કારણે 2 વર્ષ મંદિરમાં દર્શન શક્ય ન હતા. પરંતુ જ્યારે આ વર્ષે સરકાર દ્વારા છૂટ અપાઈ છે ત્યારે અમે તમામ હરિભક્તો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. અમે ઘણા સમયથી આજના દિવસ ની રાહ જોતા હતા. ભગવાન ના અન્નકૂટ ના દર્શન કરીને અમે ખુબજ ખુશ છીએ..