માતા-પિતાના ઝગડામાં લેવાયો માસુમ બાળકનો ભોગ, પુત્રને નીચે ફેંકીને પિતાએ પણ કરી લીધો આપઘાત

Published on Trishul News at 1:42 PM, Sat, 21 October 2023

Last modified on October 21st, 2023 at 1:43 PM

4 year old son dies in husband-wife fight in Navsari: રાજ્ય સહિત દેશભરમાં નવલા નોરતા ચાલી રહ્યા છે.સૌ કોઈ માતાની આરાધનામાં વ્યસ્ત બની ગયા છે. તેવા સમયમાં નવસારી શહેરમાંથી એક કરૂણ ઘટના સામે આવી રહી છે.જેમાં પતિ-પત્નીના ઝગડામાં સગા બાપે પોતાના એકના એક દીકરાને(4 year old son dies in husband-wife fight in Navsari) બિલ્ડીંગ પરથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારપછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં રહેતા એક પતિ-પત્નીના ઝઘડામાં ચાર વર્ષીય બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પિતા રાકેશ ગોસ્વામીએ બાળક દ્વિજ ગોસ્વામીને નીચે ફેંકતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે. અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે બાળકના લઈને ઝઘડો થતાં પતિએ બાળકને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકને લઈ જતા પતિને પત્નીએ રોકતા સરકારી વસાહતની બિલ્ડીંગ પર ચડી જઈ ગુસ્સેમાં આવેલા પિતા રાકેશ ગોસ્વામીએ બાળકને નીચે ફેંકી દીધા પછી પોતે પણ આપઘાતકરી લીધો હતો.

પોલીસ અને ફાયર-વિભાગના જવાનોએ બિલ્ડીંગમાં ચઢી યુવકને બચાવવાનો ઘણા પ્રયાસ કર્યો પરંતુ સાતમાં માળેથી નીચે ઝંપલાવનાર યુવકનું મોત થયું હતું. બાળકને નીચે ફેંકવા બદલ આરોપી રાકેશ ગોસ્વામી વિરુદ્ધ હત્યાનો ગુનો નોધવામાં આવ્યો છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

Be the first to comment on "માતા-પિતાના ઝગડામાં લેવાયો માસુમ બાળકનો ભોગ, પુત્રને નીચે ફેંકીને પિતાએ પણ કરી લીધો આપઘાત"

Leave a comment

Your email address will not be published.


*