આજકાલ પોલીસ દ્વારા મોટા જથ્થામાં દારૂ અને ડ્રગ્સ ઝડપી પાડવામાં આવતા હોય છે. આ દરમિયાન વડોદરા જિલ્લાના પાદરામાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એક કરોડ રૂપિયાથી વધુ કિંમતનો એક કિલો MD ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત MD ડ્રગ્સની સાથે સાથે મોટી રોકડ રકમ પણ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
હાલ, NCB દ્વારા 2 મહિલા સહિત 6 આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા બાતમીને આધારે પાદરા જકાતનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન NCBએ 2 મહિલા સહિત 6 લોકોની અટકાયત કરીને તપાસ કરતા તેમની પાસેથી એક કિલો જેટલુ MD ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ ઉપરાંત આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા અને તેને ક્યાં લઇ જવાનો હતો, તે સહિતના મુદ્દે NCB દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. આ મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ છે. વડોદરા શહેર અને જિલ્લામાં નશાના કારોબારનો પગ પેસારો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. જેથી NCB દ્વારા સમયાંતરે કાર્યવાહી છતાં પણ ડ્રગ્સના કારોબાર પર રોક લગાવવામાં આવી શકી નથી.
બે મહિના પહેલા અમદાવાદ NCBએ કરજણ ટોલનાકા પર વોચ ગોઠવીને મુંબઇ તરફથી આવતી કારમાંથી 2.99 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. અમદાવાદ NCB દ્વારા કરજણ ટોલનાકા ઉપર વોચ ગોઠવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આ સમયે મુંબઈ તરફથી આવી રહેલી એક ઇનોવા કારને એનસીબીના અધિકારીઓએ રોકી હતી અને કારમાં સવાર અમદાવાદના ખાડીયા વિસ્તારમાં રહેતા અસલમ અખ્તરખાન પઠાણના સામાનની તલાશી લેતા તેની પાસેથી MD ડ્રગ્સની પડીકીઓ મળી આવી હતી. 5 મહિના પહેલા ગુજરાત ATS અને વડોદરા SOGના સંયુક્ત ઓપરેશનમાં વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી 16.30 લાખ રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું અને ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
જેમાં અમાન મોહમદહનિફ શેખ(ઉ.20), (રહે, 19, આઝાદનગર, વોટર પંપ પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ) અને મોહમદરીઝવાન મોહમદરસીદ ખાન(ઉ.19), (રહે, 3, આઝાદનગર, વોટર પંપ પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા બંને પાસેથી 16.30 લાખ રૂપિયાની કિંમતનું 163 ગ્રામ MD/મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું અને એનડીપીએસનો ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત 5 મહિના પહેલા વડોદરા શહેરમાં ચાલતા MD ડ્રગ્સના કાળા કારોબારનો વડોદરા SOG પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેમાં વડોદરા શહેરના બહુચરાજી રોડ પર મહિલા પોતાના ઘરની તિજોરીમાં MD ડ્રગ્સ રાખીને વેચાણ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા 96,200 રૂપિયાની કિંમતનું શિડ્યુલ ડ્રગ્સ મેથેમ્ફેટામિન અને પેન્ટાઝોસીન ડ્રગ્સના ઈન્જેકશન પોલીસે જપ્ત કરવામાં આવ્યા હતા અને ડ્રગ્સનું વેચાણ કરતી એક મહિલા તેમજ સાગરીત ઈમ્તિયાઝ દિવાનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત ડ્રગ્સ સપ્લાયર મહંમદસફી દિવાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.