કંપની દ્વારા કહેવામાં આવ્યું કે, એનસીએલટી મુંબઈએ તેમના પૂર્ણ સ્વામિત્વવાળા યુનિટ રિલાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડના ઈન્ફ્રાસ્ટ્રક્રચર પ્રોજેક્ટ્સ વિભાગ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રાટેલ લિમિટેડ માટે રજૂ કરવામાં આવેલી યોજના છે અને આ સમાધાન યોજના ને 3 ડિસેમ્બરે મંજૂરી આપવામાં આવી છે.
રિલાયન્સ ટેલિકોમ્પ્યુનિકેશનના પ્રાથમિક એકમ રિલાયન્સ ઈન્ફ્રાટેલના દેશભરમાં 43000 ટાવર અને 1,72000 કિલો મીટરની ફાઈબર લાઈન છે. સૂત્રોએ આ પહેલા જણાવ્યું હતું કે, આ સમાધન પ્રક્રિયાથી કંપનીના ધિરાણકર્તાઓને લગભગ 4400 કરોડ રુપિયા મળવાની આશા છે. ધિરાણકર્યાની સમિતિ તરફથી આ સમાધાન યોજનાઓને 100 ટકા મત મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાધાન યોજના હેઠળ રાશીનું વિતરણ આ મામલામાં દોહા બેંકની દખલગીરીવાળી અરજીને પહોંચી વળવા પર નિર્ભર રહેશે. આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની મોટા ભાગની કંપનીઓ વેચાણ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. ત્યારે અનિલના મોટા ભાઈ મુકેશ અંબાણીના વ્યવસાયનું વિસ્તરણ થઈ રહ્યું છે.
આ વર્ષે અનિલ અંબાણીએ લંડનની એક અદાલતમાં જણાવ્યું કે, તેનું નેટવર્થ ઝીરો છે. ત્યારે અનિલના ભાઈ મુકેશ અંબાણીની સંપત્તિ 75 બિલિયન ડોલરથી વધારે છે. હાલમાં દુનિયાભરના અલગ અલગ દેશોમાંથી રિલાયન્સ જિયો પ્લેફોર્મને રોકાણ મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.